મુખ્ય સમાચાર
News of Monday, 30th January 2023

મિકી આર્થરને પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ઑનલાઈન કોચ બનાવાશે; પીસીબીએ એક ચોંકાવનારો નિર્ણય

- મિકી આર્થરની કોચિંગમાં દુનિયાની નંબર 1 ટી20 ટીમ બની હતીઃ પહેલી વખત ક્રિકેટમાં ઑનલાઈન કોચિંગનો કૉન્સેપ્ટ આવશે

નવી દિલ્‍હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમ અત્યારે પોતાના ખેલાડીઓની પર્ફોમન્સ જ નહીં, પરંતુ સપોર્ટિગ સ્ટાફને પગલે પણ પરેશાન છે.

ન્યુઝીલેન્ડ સામે ડોમેસ્ટિક શ્રેણી બાદ પાકિસ્તાની કોચિંગ મેનેજમેન્ટનો કાર્યકાળ પૂર્ણ થયો હતો અને ત્યારબાદ આ ટીમ માટે નવા કોચની તલાશ ચાલી રહી છે. પીસીબીએ ઘણા મોટા દિગ્ગજો સાથે સંપર્ક સાધ્યો પરંતુ કોઈએ પણ તેનો કોચ બનવાનુ ના વિચાર્યુ. હવે થાકી હારીને પીસીબીએ એક ચોંકાવનારો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટસ મુજબ મિકી આર્થર ટીમની સાથે ઑનલાઈન જોડાશે. તેઓ પોતાની મરજીથી સીરીઝ પસંદ કરશે. એટલેકે મિકી આર્થર પોતાની મરજીના માલિક હશે કે તેમણે કોનામાં પાકિસ્તાની ટીમ સાથે જોડાવુ છે. નહીં તો તેઓ ઑનલાઈન જ ટીમ સાથે વાત કરશે.

મહત્વનું છે કે મિકી આર્થર વર્લ્ડ કપ 2023 અને આવતા વર્ષે યોજાનારા ટી20 વર્લ્ડ કપ દરમ્યાન પાકિસ્તાની ટીમને ઑનલાઈન લેક્ચર આપશે. ઉલ્લેખનીય છે કે મિકી આર્થરે પાકિસ્તાની ટીમને પહેલા પણ કોચિંગ આપી છે. તેમની કોચિંગમાં પાકિસ્તાને વર્ષ 2017માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

ફાઈનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતુ. આ સિવાય આ ટીમ તેમની કોચિંગમાં દુનિયાની નંબર 1 ટી20 અને ટેસ્ટ ટીમ પણ બની હતી. આ જ કારણ છે કે મિકી આર્થરે સતત ના પાડ્યા બાદ પણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેમને જ પોતાની સાથે જોડી રહ્યું છે. મોટી વાત એ છે કે મિકી આર્થરે હાલમાં પાકિસ્તાનનો કોચ બનવાની ના પાડી દીધી હતી. પરંતુ તેમ છતા પીસીબી તેમને દરેક સ્થિતિમાં પોતાની સાથે જોડી રહ્યું છે.

(12:08 am IST)