મુખ્ય સમાચાર
News of Tuesday, 30th November 2021

PM સાહેબ તુરંત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ બંધ કરોઃ કેજરીવાલનું ટ્વિટ

નવી દિલ્હી, તા.૩૦: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નરેન્દ્રભાઈને ઉદ્દેશીને ટ્વિટ કર્યું હતું. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, વિશ્વના ઘણાં દેશોએ ઓમિક્રોનથી પ્રભાવિત દેશોથી આવવા વાળી ફ્લાઈટો બંધ કરી દીધી છે. તો આપણે આ મામલે કેમ વિલંબ કરી રહ્યાં છો. પહેલી લહેરમાં આપણે વિદેશી ફ્લાઈટ ઉડાન રોકવામાં ઘણું મોડું કરી દીધું હતું. દેશની મોટા ભાગો વિદેશી ફ્લાઈટો દિલ્હીમાં આવે છે. જેને લઈને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત રહે છે. પીએમ મોદી સાહેબ કૃપા કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ તાત્કાલિત બંધ કરે. કોવિડ-૧૯ના નવા પ્રકાર ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દિલ્હી સરકારે LNJP હોસ્પિટલને નવા પ્રકાર Omicron માટે હોસ્પિટલ બનાવી છે. આ હેઠળ, ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓના આઇસોલેશન અને સારવાર માટે LNJPમાં એક કે બે વોર્ડ અનામત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે મંગળવારે સવારે એક ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદીને ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી હતી.

(4:00 pm IST)