મુખ્ય સમાચાર
News of Tuesday, 30th November 2021

વૈજ્ઞાનિકોએ કર્યુ અવિશ્વસનીય કાર્ય

લો કર લો બાત... આ રોબોટ પેદા કરી શકે છે બાળકો

જીવીત રોબોટ બનાવનાર અમેરિકી વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રોબોટ હવે પ્રજનન પણ કરી શકે છેઃ જીવીત રોબોટને જેનોબોટસના નામથી ઓળખવામાં આવે છે

નવી દિલ્હી, તા., ૩૦: વિશ્વના સૌ પહેલા 'જીવીત રોબોટ' બનાવનાર અમેરીકાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, રોબોટ હવે પ્રજનન પણ કરી શકે છે. જીવીત રોબોટને જેનોબોટસના નામથી ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનીકોએ આફ્રિકી દેડકાઓના સ્ટેમ કોષીકાઓ (ફ્રોગ સ્ટીમસેલ્સ)નો ઉપયોગ કરીને વિશ્વનો પ્રથમ જીવીત, સ્વઉપચાર રોબોટ બનાવ્યો છે.

જેનોબોટસને પહેલીવાર ર૦ર૦માં પહેલીવાર સામે લાવવામાં આવ્યો હતો. તેની સાઇઝ અત્યંત નાની છે. ત્યારે પ્રયોગોથી જાણી શકાયું હતુ કે જીવીત રોબોટ ચાલી શકે છે. સમુહમાં એક સાથે કામ કરી શકે છે, સ્વયંમને સાજો પણ કરી શકે છે અને ભોજન વિના કેટલાક સપ્તાહો સુધી જીવતી પણ રહી શકે છે.

હવે જે વૈજ્ઞાનીકોએ જેનોબોટસને વર્મોટ યુનિ., ટફટસ યુનિ. અને હાવર્ડ યુનિ.ના વાઇસ ઇન્સ્ટીટયુટ પર બાયોલોજીકલ ઇંસ્પાયર્ડ એન્જીનીયરીંગમાં વિકસીત કરેલ છે. તેઓએ કહયું છે કે, અમે જાનવર કે છોડથી અલગ જૈવિક પ્રજનનનું એક નવું સ્વરૂપ શોધ્યું છે.

આ રોબોટ બાયોલોજીકલ રોબોટનું અપડેશન વર્જન છે. જેને ગયા વર્ષે અનાવરણ કરવામાં આવ્યો હતો. આ જીવતા રોબોટને વૈજ્ઞાનીકોએ દેડકાની કોષીકાઓમાંૅથી તૈયાર કરેલ છે. જે અનેક કામ કરી શકે છે. આ રોબોટ અનેક સીંગલ કોષીકાઓને જોડી પોતાનું શરીર બનાવી શકે છે.

નિષ્ણાંતોના કહેવા મુજબ માણસની જેમ દેડકાની કોષીકાઓ એક શરીરનું નિર્માણ કરી શકે છે તે એક સીસ્ટમના સ્વરૂપે કામ કરે છે. આ રોબોટ બનાવવા માટે વૈજ્ઞાનીકોએ દેડકાના ભૃણથી જીવત સ્ટેમ કોષીકાઓને સ્ક્રેપ કરી અને તેને ઇનકયુબેટ કરવા માટે છોડી દીધેેલ હતી. કોમ્પ્યુટર સાયન્સના પ્રોફેસર બોગાર્ડે કહયંુ હતુ કે મોટા ભાગના લોકો રોબોટને ધાતુ અને સીરેમીકથી બન્યો હોવાનું માને છે. પરંતુ આટલુ જ નથી. આ રોબોટ આનુવાંશીક રૂપથી અપરીવર્તીત દેડકાઓની કોષીકાઓથી બનેલ જીવ છે.

(3:27 pm IST)