મુખ્ય સમાચાર
News of Tuesday, 30th November 2021

શાહજહાંપુરમાં 11 કરોડના ખર્ચે બનેલો પુલના વચ્ચેથી બે કટકા થઇ ગયા :હવે 60 કી,મી,નું ચક્કર લગાવવું પડશે

યુપીના શાહજહાંપુરમાં રામગંગા નદી પર બનેલા બે કિમી લાંબા પુલનો એક ભાગ નીચે પડી ગયો.

શાહજહાંપુરમાં 11 કરોડના ખર્ચે બનેલો પુલ સોમવારે ધડામ દઈને નીચે આવ્યો. આ પુલનું નિર્માણ કામ 2008માં થયો હતો. આ પુલના તૂટવાથી લોકોને હવે 60 કિલો મીટરથી પણ વધારેનું અંતર કાપવું પડશે.

યુપીના શાહજહાંપુરમાં રામગંગા નદી પર બનેલા બે કિમી લાંબા પુલનો એક ભાગ નીચે પડી ગયો. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જિલ્લા કલેક્ટર ઈંદર વિક્રમ સિંહે કહ્યું કે, પુલ મુરાદાબાદ-બદાયૂને જલાલાબાદ-બરેલી-ઈટાવા સાથે જોડે છે. હાલમાં જ તેનો એક પિલર પડી જવાની ફરિયાદ મળ્યા બાદ તેના રિપેરની કામગીરી કરવામાં આવી હતી

જિલ્લા અધિકારીએ જણાવ્યું કે, જે સમયે આ દુર્ઘટના થઈ તે સમયે પુલ પર વાહન વ્યવહાર ચાલું નહોતો. આ ઘટના બાદ તાત્કાલિક વાહનવ્યહાર પણ બંધ કરી દેવામાં આવ્યો અને બદાયૂ-મુરાદાબાદથી આવતા વાહનોને અમૃતસર અને ફર્રુખાબાદ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.

આ સાથે જ પૈંટૂન બ્રિજ બનાવવા માટે સરકાર તરફથી સહમતી મળી ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્ય પુલ નિગમ તરફથી એન્જીનિયરની ટીમને નિરીક્ષણ અને પૈંટૂન પુલના નિર્માણ માટે મોકલવામાં આવ્યા છે.

આ પુલના તૂટવાથી હવે લોકોને પાંચ કિમીની યાત્રા માટે 60 કિમીનું અંતર કાપવું પડશે. પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, સેતુ નિગને આ પુલ બનાવીનું કામ લોક નિર્માણ વિભાગને સોંપ્યું હતું. વિતેલા બે વર્ષથી આ પુલની હાલત જર્જર થવા લાગી હતી. તેનાથી પુલમાં મરમ્મતના કામ થતા રહે છે.

કહેવાય છે કે, આ પુલને 2002માં બનાવાની મંજૂરી મળી હતી. 2008માં તે 11 કરોડ રૂપિયાના ખર્ચાથી બનીને તૈયાર થયો હતો. પણ ફક્ત 13 વર્ષમાં આ પુલ જમીનદોસ્ત થયો. જર્જર થઈ રહેલા પુલને લઈને સ્થાનિક લોકોએ કેટલીય ફરિયાદ પણ કરી હતી. પણ યોગ્ય કાર્યવાહી થતી નથી. હવે પ્રસાશન આ મામલાની તપાસની વાત કરી રહ્યા છે.

(1:09 pm IST)