મુખ્ય સમાચાર
News of Tuesday, 30th November 2021

શ્રીજી મહારાજના સંદેશાવાહક બની ગોપાળાનંદ સ્વામીએ વિચરણ કરેલ

લંડનના હેરો ખાતે સ્વામીજીના દિક્ષા દિનની ઉજવણી

લંડનના હેરો ખાતે સ્વામિનારાયણ ગુરૂકુળમાં શ્રી ગોપાળાનંદ સ્વામીના દિક્ષા દિનની ઉંજવણી પ્રસંગે શ્રી પ્રભુ સ્વામી, શ્રી યોગદર્શનદાસજી સ્વામી, શ્રી તનયદાસજી સ્વામી અને અન્ય સંતો - હરિભકતો હાજર રહેલ તે પ્રસંગની તસ્વીર.
રાજકોટ તા. ૩૦ : સ્વામિનારાયણ સંપ્રદાયની ભગવાને જેમને જવાબદારી સોંપેલ તેવા શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૧૪માં દિક્ષા દીનની લંડનમાં ઉંજવણી કરવામાં આવી છે. મનભેદ કે મતભેદનો સરળ ઉંકેલ શોધવાની વ્યવહાર દક્ષતા ને કારણે શ્રી ગોપાળાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં બંને દેશના ગાદિપતિ આચાર્યો, સાધુઓ અને હરિભક્તોના ઉંપરી તરીકે નિયુક્તિ પામેલા એમ શ્રી પ્રભુ સ્વામીએ કહેલું.
સંતવર્ય શ્રી ગોપાળાનંદ સ્વામીના ૨૧૪ માં દીક્ષા દિનની ઉંજવણી લંડન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ  રાજકોટ સંસ્થાનની સુરત શાખાથી ઉંપસ્થિત સંતો તથા હરિભક્તોએ કરેલ હતી.
આ પ્રસંગે શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે સ્વયં ઈશ્વર જેવું સામર્થ્ય ધરાવતા હોવા છતાં શ્રીજી મહારાજના સંદેશાવાહક બનીને અવિરત વિચરણ કરતા રહ્યા. તેમની યોગ શક્તિ અને ઐશ્વર્યના પ્રભાવથી આજે પણ સારંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ શરણે આવેલાના કષ્ટોને દૂર કરી સુખિયા કરે છે.
લંડનના હેરો ખાતે આવેલ પ્રિસ્ટ મેડ સ્કુલમાં યોજાયેલ સત્સંગ સભાના પ્રારંભે યોગાચાર્ય શાસ્ત્રી શ્રી યોગદર્શનદાસજી સ્વામીએ સંત મહિમાના કીર્તનનું ગાન તથા મંત્ર ધૂન કરેલ. સ્વામીશ્રી ભક્તિ તનયદાસજી સ્વામીએ શ્રી ગોપાળાનંદ સ્વામીના ગુણની વાત કરતાં કહેલું કે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પાસે આવેલ શામળાજી મંદિર ના શામળાજી ભગવાન ખુશાલ ભટ્ટ (ગોપાળાનંદ સ્વામી) ની સાથે બાળ રૂપ ધારણ કરી ટોડલા ગામે રમતા.
વિશેષમાં શ્રી પ્રભુ સ્વામીએ કહ્યું હતું કે આજે યોગાનુયોગ રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાનના અક્ષર નિવાસી પૂજય શ્રી હરિપ્રસાદદાસજી સ્વામીની પુણ્યતિથિ છે. તેઓએ રાજકોટ ગુરુકૂળમાં ૨૩ વર્ષ સુધી વિદ્યાર્થીઓ અને હરિભકતોને સમૈયા ઉંત્સવોમાં જમાડવાની સેવા કરેલ. શ્રી ગોપાળાનંદ સ્વામીના વરદાન અનુસાર તેઓશ્રી વચનામૃતના ૧૦૮ પાઠ કરીને ભગવાનના અક્ષરધામમાં ૧૪ વર્ષ પહેલા સિધાવેલા.
શ્રી ગોપાળાનંદ સ્વામીના દીક્ષા દિન નિમિત્તે શ્રી હિતેશભાઈ તથા વિનોદભાઈ રાઘવાણીના યજમાન પદે કરવામાં આવેલ.  ગોપાળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ૧૭૭ વર્ષ પહેલા સહુના દુઃખ દૂર કરવા તથા મનોકામના પૂર્ણ કરતી મહાપૂજાનો જુનાગઢથી પ્રારંભ કરાવેલ. આ મહાપૂજા આજે એમના દીક્ષા દિન પ્રસંગે કરવામાં આવેલ. શ્રી યોગદર્શન સ્વામીએ અંગ્રેજીમાં  યજમાન શ્રી હિતેનભાઈ રાઘવાણીના નૂતન ગૃહે ૩૦ ભક્તોએ લીધેલ. અંતમાં ઠાકોરજી તથા ગોપાળાનંદ સ્વામીનું પૂજન કરી આરતી કરવામાં આવેલ.
આ પ્રસંગે  ૧ એક ડીગ્રી ઠંડી તથા વરસાદ વચ્ચે ઉંપસ્થિત સર્વે ભક્તજનોને હિતેનભાઈ રાઘવાણી, ખીમજીભાઈ હિરાણી  અને સુરેશભાઈ ભુડીયા તરફથી દરેકે ભોજન પ્રસાદ લીધેલ હતો.


 

(11:36 am IST)