મુખ્ય સમાચાર
News of Tuesday, 30th November 2021

દેશની ૨૦% વસ્તીને જ ઓમીક્રોનનું જોખમ

કોણ છે આ વેરીયન્ટના સોફટ ટાર્ગેટ ?

નવી દિલ્હી તા. ૩૦ : એક તરફ દેશમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે તો બીજી બાજુ નવા વેરીયેન્ટ ઓમીક્રોનનું જોખમ તોળાઇ રહ્યું છે. નિષ્ણાંતોનું માનવું છે કે કોરોનાથી સાવચેતી જરૂરી છે. કેમકે આ રોગ દેશમાં પહેલાથી ઉપસ્થિત છે. ઓમીક્રોન બાબતે બહુ ભયભીત થવાનું કારણ નથી કેમકે તેના જોખમના વ્યાપમાં દેશની લગભગ ૨૦ ટકા એવી વસ્તી હશે, જેમાં હજુ સુધી કોરોના સામે પ્રતિરોધક ક્ષમતા નથી આવી. દેશમાં થયેલ વિભીન્ન સીરો સર્વે એવા સંકેત આપે છે કે લગભગ ૮૦ ટકા અથવા તેનાથી વધારે વસ્તીમાં કોરોના એન્ટીબોડીઝ છે. મતલબ આલ્ફા અને ડેલ્ટાથી સંક્રમિત થઇ ચૂકેલ વસ્તીને ઓમીક્રોનનું જોખમ ના રહેવું જોઇએ.

સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેકયુલર બાયોલોજી (સીસીએમબી)ના સીનીયર વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ ડાયરેકટર ડો. રાકેશ મિશ્રાએ કહ્યું કે, ઓમીક્રોનની સંક્રામકતા બાબતે હજુ પુરા તથ્યો સામે આવવાના બાકી છે. દક્ષિણ આફ્રીકામાં એ ઝડપથી ફેલાયો છે પણ તેનું કારણ હજુ સ્પષ્ટ નથી થયું. જ્યાં સુધી તે જાણવા ના મળે ત્યાં સુધી તેની સંક્રામકતાનો સાચો અંદાજ નહીં આવી શકે. અત્યાર સુધીની સૂચનાઓથી એ પણ સ્પષ્ટ થયું છે કે સંક્રમણ ભલે ઝડપી હોય પણ ભયાનક બિમારીના કેસ બહુ ઓછા છે.

ડોકટર મિશ્રા અનુસાર ઓમીક્રોનમાં ૩૨ મ્યુટેશન બાબતે વધારે ચિંતા વ્યકત કરાઇ રહી છે પણ મ્યુટેશન વધારે હોવા તે સંક્રમકતા કે ભયાનકતાનો સંકેત નથી. એક મ્યુટેશન પણ વધારે ખતરનાક હોઇ શકે અને ૩૨ મ્યુટેશન પણ ઓછા અસરકારક હોઇ શકે છે. ડો. મિશ્રાએ કહ્યું કે, ઓમીક્રોન બાબતે આગામી બે અઠવાડિયા નિર્ણાયક રહેશે. કેમકે તે દરમિયાન તેની ભયાનકતા બાબતે વૈજ્ઞાનિક તારણો સામે આવી જશે.(

(11:20 am IST)