મુખ્ય સમાચાર
News of Tuesday, 30th November 2021

શેરબજારમાં તેજી : ગો ફેશનનું ધમાકેદાર લીસ્ટીંગ

ઈન્ટ્રા-ડે સેન્સેકસ ૫૮૦૦૦ ઉપરઃ પ્રારંભે નિફટીની પણ ડબલ સેન્ચ્યુરીઃ રોકાણકારો માત્ર ૧૫ મીનીટમાં ૩ લાખ કરોડ કમાયા : બપોરે ૨.૧૫ વાગ્યે સેન્સેકસ ૩૫૩ પોઈન્ટ તો નિફટી ૯૩ પોઈન્ટ અપઃ ગો ફેશનનું ૯૧ ટકા પ્રિમીયમે રૂ. ૧૩૧૬ના ભાવે બીએસઈ પર લીસ્ટીંગ

મુંબઈ, તા. ૩૦ :. આજે પ્રારંભે શેરબજારમાં ટનાટન તેજી જોવા મળી રહી છે તો બીજી તરફ ગો ફેશનના આઈપીઓએ રોકાણકારોને જલ્સો કરાવી દીધો છે. આ શેરનું આજે ધમાકેદાર ૯૧ ટકા પ્રિમીયમે લીસ્ટીંગ થયુ છે.

આજે બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૩૫૩ પોઈન્ટ વધીને ૫૭૬૧૪ તો નિફટી ૯૩ પોઈન્ટ વધીને ૧૭૧૪૭ ઉપર ટ્રેડ કરે છે. તમામ સેકટર ગ્રીનઝોનમાં છે. આજે બજારમાં તેજી જોવા મળતા માત્ર ૧૫ મીનીટમાં જ રોકાણકારો ૩ લાખ કરોડ કમાયા હતા. આજે ઈન્ટ્રા-ડે સેન્સેકસ ૫૮૦૦૦ ઉપર પહોંચી ગયો હતો.

પાવરગ્રીડ ૨૦૭, બજાજ ફાય. ૭૦૬૫, એકસીસ ૬૬૪, ટેક. મહિન્દ્રા ૧૫૮૫, આર સીસ્ટમ ૩૪૨, એલજી બાલક્રિષ્ન ૫૩૨, શોભા ૮૫૨, ઈગારાસી મોટર્સ ૫૦૬, ઈન્ડીયન હોટલ ૧૮૩, ફયુચર ૫૩, ટ્રાઈડન્ટ, એનટીપીસી ૧૨૮, થોમસ કુક ૬૫, કોટક બેન્ક ૧૯૮૪, ટાટા સ્ટીલ ૧૦૯૨ ઉપર ટ્રેડ કરી રહ્યા છે.

દરમિયાન આજે શેરબજારમાં ગો ફેશનનું જોરદાર લીસ્ટીંગ થયુ છે. આ શેર ૯૧ ટકા પ્રિમીયમ પર બીએસઈ પર રૂ. ૧૩૧૬ના ભાવે તો એનએસઈમાં રૂ. ૧૩૧૦ના ભાવે લીસ્ટ થયો છે. ઈસ્યુ પ્રાઈઝ રૂ. ૬૯૦ રાખવામાં આવી હતી. આ શેરનું ભરણુ ૧૭થી ૨૨ નવેમ્બર વચ્ચે આવ્યુ હતુ અને આ ભરણુ ૧૩૫.૪૬ ગણુ ભરાયુ હતું.

(3:28 pm IST)