News of Tuesday, 30th November 2021
અભિનેત્રી નિકિતા દત્તા પર બાઈક સવારોનો હુમલો: માથામાં માર્યું અને હાથમાંથી સ્માર્ટફોન ઝૂટવી ફરાર
નિકિતા દત્તાએ સોશિયલ મીડિયા પર પોતે આ હુમલાની પુષ્ટિ કરી
મુંબઈમાં બોલીવુડ અભિનેત્રી નિકિતા દત્તા પર હુમલો થયો છે. નિકિતા દત્તાએ સોશિયલ મીડિયા પર પોતે આ હુમલાની પુષ્ટિ કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે, “મેં ગઈકાલનો એક દુઃખદ અનુભવ કર્યો, જે ખૂબ જ પીડાદાયક હતો અને આ ઘટનાને લગભગ 24 કલાક થયા. હું સાંજે 7.45 વાગ્યાની આસપાસ બાંદ્રામાં 14મા રોડ પર ચાલી રહી હતી. પાછળથી એક બાઇક પર બે માણસો આવ્યા, મારા માથા પર માર્યું અને થોડીવાર માટે મને ખબર ન પડી કે શું થઇ રહ્યું છે. અને તેઓ મારા હાથમાંથી મારો ફોન છીનવી લીધો. હું કંઈ સમજું તે પહેલા જ તેઓ ભાગી ગયા હતા.”
(11:53 pm IST)