મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

હિંદુના કોઈપણ સમુદાયના ઉમેદવારને ટિકિટ આપશું પરંતુ , મુસ્લિમને નહીં :કર્ણાટક ભાજપના નેતાનું વિવાદાસ્પદ નિવેદન

ટિકિટ ભલે કુરુબા કે લિંગાયત અથવા વોક્કાલિગા કે બ્રાહ્મણોને આપીએ, પરંતુ અમે મુસ્લિમોને ટિકિટ નહીં

કર્ણાટકની બેલાગવી લોકસભા બેઠક પર પેટા ચૂંટણીઓ યોજાવાની છે. આ દરમિયાન કર્ણાટક સરકારમાં મંત્રી અને ભાજપના નેતા કે.એસ. ઇશ્વરપ્પા દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ઇશ્વરેપ્પાએ જણાવ્યું કે પાર્ટીની ટિકિટ કોઈપણ સમુદાયના હિન્દુ ઉમેદવારને આપી શકાય છે, પરંતુ કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે નહીં.

કે એસ ઇશ્વર્પ્પાએ રવિવારે મીડિયાને કહ્યું,અમે હિન્દુઓમાં કોઈપણ સમુદાયના કોઈપણ વ્યક્તિને ટિકિટ આપી શકીએ છીએ. તે કોઈપણ હોઈ શકે છે- કદાચ લિંગાયત, કુરૂબા, વોક્કલિંગ અથવા બ્રાહ્મણ પણ નિશ્ચિત રીતે મુસ્લિમોને ટિકિટ આપવામાં આવશે નહીં

કે.એસ. ઇશ્વરપ્પા કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા છે. 70 વર્ષીય કે.એસ. ઇશ્વરપ્પા કુરુબા સમુદાયના છે અને અગાઉ પણ ઘણા વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે.

બેલાગવીમાં ભાજપ નેતાએ જણાવ્યું કે રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓ એવા ઉમેદવારની પસંદગી કરશે જે લોકોનો વિશ્વાસ મેળવીને જીતી શકે. ઇશ્વરપ્પાએ એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું અમે ટિકિટ ભલે કુરુબા કે લિંગાયત અથવા વોક્કાલિગા કે બ્રાહ્મણોને આપીએ, પરંતુ અમે મુસ્લિમોને ટિકિટ નહીં આપીએ. તેમણે વધુમાં જણાવ્યું કે બેલાગવી હિન્દુત્વનું કેન્દ્ર છે, તેથી અહીં મુસ્લિમને ટિકિટ આપવા માટેનો કોઈ પ્રશ્ન જ નથી.

કર્ણાટકના કોપ્પલના ભાજપના કે.એસ. ઇશ્વર્પ્પાએ કુરુબા અને અન્ય લઘુમતી સમુદાયોના સભ્યોને સંબોધન કરતાં જણાવ્યું કે કોંગ્રેસ તમારો ઉપયોગ માત્ર વોટબેંક માટે કરે છે, પરંતુ ટિકિટ આપતી નથી. અમે મુસ્લિમોને ટિકિટ નહીં આપીએ, કારણ કે તમને અમારા પર વિશ્વાસ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે અમારા પર વિશ્વાસ કરો અને અમે તમને ટિકિટની સાથે અન્ય વસ્તુઓ આપીશું.

(11:47 pm IST)