મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

2026 સુધીમાં ભારતમાં 35 કરોડ સહીત વિશ્વમાં 3.5 અબજ પાસે હશે 5G જોડાણ

વિશ્વમાં દર દસ મોબાઇલ ફોન યુઝરમાં ચાર યુઝર 5જી જોડાણ ધરાવતા હશે.

નવી દિલ્હી : અગ્રણી મોબાઇલ કંપની એરિકસનના રિપોર્ટ મુજબ વિશ્વમાં 2026 સુધી 3.5 અબજ 5જી જોડાણ હશે, જ્યારે ભારતમાં તેની સંખ્યા 35 કરોડ હશે.વિશ્વમાં દર દસ મોબાઇલ ફોન યુઝરમાં ચાર યુઝર 5જી જોડાણ ધરાવતા હશે.

 એરિક્સન નેટવર્ક (સાઉથ-ઇસ્ટ એશિયા ઓસનિયા અને ભારત)ના પ્રમુખ નીતિન બંસલે જણાવ્યું હતું કે જો સ્પેકટ્રમની લીલામી આગામી વર્ષના પ્રારંભમાં થઈ તો ભારતને પહેલું 5જી જોડાણ 2021માં જ મળી શકે છે.

એરિક્સન મોબિલિટીના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં લગભગ એક અબજ લોકો જે વૈશ્વિક વસતીનો લગભગ 15 ટકા હિસ્સો છે તેની 5જી કવરેજ સુધીની પહોંચ છે.

અહેવાલ મુજબ 2026 મુજબ વિશ્વની 60 ટકા વસતીની પાસે 5જી સેવાઓ પહોંચી ચૂકી હશે અને તે સમયે 5જી ગ્રાહકની સંખ્યા વધીને 3.5 અબજ થવાનું અનુમાન છે. ભારતમાં 5જી ગ્રાહકોની સંખ્યા ત્યાં સુધીમાં 35 કરોડને વટાવી જશે, જે કુલ મોબાઇલ વપરાશકારોનો 27 ટકા હિસ્સો હશે.

બંસલે જણાવ્યું હતું કે 5જી સેવાઓ માટે સ્પેકટ્રમ લીલામીની જાહેર કરાયેલી સમયમર્યાદા મુજબ ભારતને પહેલું 5જી જોડાણ 2021માં મળી શકે છે. અહેવાલ મુજબ ભારતમાં સ્માર્ટફોન વપરાશકારનો પ્રતિમાસ સરેરાશ ટ્રાફિક 15.7 જીબીનો છે, જે વિશ્વમાં સૌથી વધારે છે.

એરિકસનને ચીનમાં 5જી નેટવર્ક માટે રેડિયો સપ્લાયમેન્ટનો મહત્ત્વનો ઓર્ડર મળ્યો છે. ચીનના ત્રણેય અગ્રણી ઓપરેટરે તેને કોન્ટ્રાક્ટ આપ્યો છે. 5જીના લીધે ઉત્તર અમેરિકામાં ઓપરેટરોને 4જીની જૂની થઈ રહેલી ટેકનોલોજીની સાથે ઘટતી જતી આવકને રોકવામાં અને પછી તેમાં વૃદ્ધિ નોંધાવવામાં મદદ મળશે

(9:36 pm IST)