મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

ખેડૂતોનું આંદોલનઃ મંત્રણાનો ગોઠવાતો તખ્તોઃ કેન્દ્ર સરકાર બીનશરતી વાટાઘાટો કરવા માટે તૈયાર

નવી દિલ્હીઃ. કૃષિ કાનૂન વિરૂદ્ધ દેખાવો કરી રહેલા ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે આજે સાંજે વાટાઘાટો થઈ શકે છે. કિસાન નેતા બુટાસિંહે જણાવ્યુ છે કે ગૃહમંત્રી અમિત શાહે મને ફોન કરી વાતચીતનો ભરોસો આપ્યો છે. સાંજ સુધીમાં આમંત્રણનો પત્ર મળી શકે છે. ખેડૂતોનું આંદોલન સમાપ્ત કરવા કેન્દ્ર સરકાર એકટીવ. કેન્દ્ર કૃષિમંત્રી નરેન્દ્ર તોમર અને ગૃહમંત્રી શાહ વચ્ચે આજે બેઠક યોજાઈ. લંબાણપૂર્વક મંથન.

(3:45 pm IST)