મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

કાશ્મીર ચુંટણી સમસ્યા ઉકેલવી હોય તો ભારત પાકિસ્તાન સાથે વાટાઘાટો કરે : મહેબુબા મુફતી

શ્રીનગર તા. ૩૦ : પીડીપી અધ્યક્ષ મહેબુબા મુફતીએ રવિવારે એવુ જણાવેલ કે કાશ્મીર ચુંટણીની સમસ્યાનો કોઇ ઉકેલ આવી શકે તેમ નથી. તેમણે આ બાબતે ભારત અને પાકિસ્તાન સાથે મળીને વાતચિત કરે તેવું જણાવેલ.

કેન્દ્રની ભાજપ સરકાર પર આરોપ લગાવતા જણાવેલ કે જિલ્લા વિકાસ પરિષદની ચુંટણીના નામે લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે. ગઠબંધનના ઉમેદવારોના આવાસો પર નજર કેદ લગાવી દેવામાં આવે છે. જયારે અન્ય લોકોને પ્રચાર કરવાની પુરી સ્વતંત્રતા મળી જતી હોય છે.

મહેબુબાએ પાકિસ્તાનની તરફદારી કરતા જણાવેલ કે આ મામલે ભારતે પાકિસ્તાન સાથે વાતચિત કરવી જોઇએ. જો આપણી જમીન હડપ કરનાર ચીન સાથે વાટાઘાટો થઇ શકતી હોય તો પાકિસ્તાન સાથે કેમ નહી?

(3:44 pm IST)