મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

ટ્રમ્પની જીતની આશા બરકરાર ? : ૧૪ ડીસેમ્બરે નિર્વાચક મંડલનું મતદાન

અમેરિકામાં નિર્વાચક મંડલ ચૂંટણી નક્કી કરે છે, ન કે જનતા : 'નિષ્ઠાહીન' પક્ષ પલટુ ઉપર સમગ્ર પરિણામનો આધાર : ૬ જાન્યુઆરીએ બપોરે ૧ વાગ્યે અમેરિકી કોંગ્રેસની સભા બોલાવશે : તેમાં નિર્વાચક મંડલના મતોની ગણતરી કરી વિજેતા જાહેર થશે

વોશિંગ્ટન,તા. ૩૦: અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી નિર્વાચક મંડલ કરે છે. જનતા નહીં તેથી અંતિમ ચયન પ્રક્રિયા દરમિયાન પક્ષ બદલનાર 'નિષ્ઠાહીન ચયનકર્તા' હજી પણ પરિણામ બદલી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ જણાવેલ કે જ્યારે નિર્વાચક મંડલ જો બીડનની જીતવાની ઔપચારીક ઘોષણા કરશે ત્યારે તેઓ વ્હાઇટ હાઉસ છોડી દેશે.

ટ્રમ્પ ડેમોક્રેટીક પ્રતિસ્પર્ધી બીડન સામે હાર સ્વીકારી નથી રહ્યા. થેકસ ગીવીંગ દરમિયાન ટ્રમ્પ આ દાવો ફરીથી કહેતા દેખાયેલ કે તેમની હારનું કારણ મોટો ગોટાળો છે. જ્યારે પુછાયેલ કે તેઓ જાન્યુઆરીમાં સત્તાના શાંતિપૂર્ણક હસ્તાતરણ માટે વ્હાઇટ હાઉસ ખાલી કરી દેશે ત્યારે તેમણે કહેલ કે હા નિશ્ચિત રૂપે પણ ?

નિર્વાચક મંડલ ૫૩૮ સભ્યોનું એક સંવેધાનીક સમુહ હોય છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે દર ૪ વર્ષે તેનું ગઠન થાય છે. દરેક રાજ્યોના વિધાયીકાએ નક્કી કરે છે કે તેઓ કઇ પ્રક્રીયા દ્વારા પોતાના વિધાયકોનું ચયન કરશે. બધા વોટ વિજયી ઉમેદવારના નામ વાળી પોપ્યુલર વોટની આ પ્રક્રીયામાં કેલીફોર્નીયામાં એક ઉમેદવાર પોપ્યુલર વોટ મળવાના આશય છે કે તેને બધા રાજ્યોના ૫૫ નિર્વાચકોના વોટ મળી ગયા. આ ચૂંટણી જીતવા માટે વિરોધીથી ઓછામાં ઓછા ૨૭૦ મત જોઇએ.

બીડને ટ્રમ્પના ૨૮૨ સામે ૩૦૬ નિર્વાચક મત મળેલ. જો કે ટ્રમ્પે કેટલાક રાજ્યોમાં પરિણામોનો પ્રતિકાર કરતા આવ્યા છે. નિર્વાચક મંડલના સભ્યો ૧૪ ડિસેમ્બરે મતદાન કરશે અને ૬ જાન્યુઆરી ૨૦૨૧ના બપોરે ૧ વાગ્યે અમેરિકી કોંગ્રેસ એક સભા બોલાવશે જેમાં નિર્વાચક મતોની ગણતરી કરી વિજેતાની જાહેરાત કરશે.

શું હજી પણ પરિણામ બદલી શકે છે તે પ્રશ્નનો જવાબ હા છે. નિર્વાચક મંડલ ચૂંટણી પ્રક્રિયામાં કેટલાક લોકો એવા છે જે નિષ્ઠાહીન મનાઇ છે. આ લોકો પોતાની પાર્ટીના ઉમેદવારને મત નહીં આપે. પણ વિરોધી ઉમેદવારને મત આપી દેશે અથવા મતદાનમાં સામેલ નહીં થાય. ૨૦૧૬ની ચૂંટણીમાં ટ્રમ્પની આશ્ચર્યજનક જીત પછી ઓછામાં ઓછા ૬ રાજ્યોના ૧૦ નિર્વાચકોએ ટ્રમ્પ વિરૂધ્ધ મત આપેલ. સ્પષ્ટ છે કે પરિણામોમાં પરિવર્તન સંભવ છે. જ્યારે ડઝનો નિર્વાચક દળ-બદલની ઇચ્છા સાથે મતદાન કરે.

મોટા ભાગના રાજ્યોના પક્ષ પલટુ નિર્વાચકો માટે દંડ અને મત નિરસ્ત કરવાના પ્રાવધાન છે. જેમાં તે પાર્ટીના ઉમેદવારના પક્ષમાં મતદાન કરવા માટે બાધ્ય હોય છે.ન્યુ મેકસીકોમાં ૧૮ મહીનાની કેદની સજાનું પ્રાધાન્ય છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે જુલાઇમાં જ આદેશ આપેલ કે ઉમેદવાર વિશેષ પ્રત્યે નિર્વાચકોના સમર્થનનો સંકલ્પ કાયદાકીય જરૂરી છે. જેના કારણે ચૂંટણી પરિણામોમાં બદલાવની સંભાવના ન બરાબર છે.

(2:34 pm IST)