મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

સ્થિતિ બગડતાં વધી સરકારની ચિંતા

દિલ્હી સહિતના ૮ રાજયોમાં વકર્યો કોરોના

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના કારણે ૪૯૬ લોકોના મોતમાંથી ૭૧ ટકા મોત ૮ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં થયા છે

નવી દિલ્હી,તા. ૩૦: દેશમાં ફરીથી એકવાર કોરોના માથું ઉંચકી રહ્યો છે ત્યારે ખાસ વાત એ છે કે પ્રદુષણના કારણે દિલ્હીમાં તેનો પ્રભાવ વધારે જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના કારણે ૪૯૬ લોકોના મોતમાંથી ૭૧ ટકા મોત ૮ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં થયા છે. જેમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પ.બંગાળ, રાજસ્થાન, ઉત્ત્।રપ્રદેશ, હરિયાણા અને છત્ત્।ીસગઢનો સમાવેશ થયો છે.

મંત્રાલયે રવિવારે કહ્યું કે સંક્રમણથી દિલ્હીમાં ૮૯, મહારાષ્ટ્રમાં ૮૮, પ.બંગાળમાં ૫૨ લોકોના મોત થયા છે. ૨૨ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંક્રમણનો દર, રાષ્ટ્રિય દર ૧.૪૬ ટકાથી ઘટ્યો છે. દેશમાં સંક્રમણના ૪,૫૩,૯૫૬ એકિટવ કેસ છે જે સંક્રમણના અત્યાર સુધીના કુલ કેસના ૪.૮૩ ટકા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે સવારે ૮ વાગે દેશમાં કરોનાના ૪૧૮૧૦ નવા કેસ આવ્યા હોવાનું જણાવ્યું અને આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા  ૯૩,૯૨,૯૧૯ પહોંચી છે. આ સાથે ૪૯૬ લોકોના મોત થયા છે. મંત્રાલયના અનુસાર રોજ કુલ કેસના ૭૦.૪૩ ટકા કેસ ૮ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી, પ.બંગાળ, રાજસ્થાન, ઉત્ત્।રપ્રદેશ, હરિયાણા અને છત્ત્।ીસગઢમાં આવે છે. કેરળમાં ૬૨૫૦ કેસ, મહારાષ્ટ્રમાં ૫૯૬૫ કેસ અને દિલ્હીમાં ૪૯૯૮ નવા કેસ આવ્યા છે.

શનિવારે એક વેબિનારમાં સામેલ થયેલા ICMRના પ્રમુખ પ્રોફેસર બલરામ ભાર્ગવે કહ્યું કે કોરોનાની વેકસીન આવ્યા બાદ પણ માસ્ક પહેરવાનું જરૂરી રહેશે. તેઓએ કહ્યું કે માસ્ક એક પ્રકારની ફેબ્રિક વેકસીન છે. કોરોના રોકવામાં તેને અવગણી શકાય નહીં. તેઓએ કહ્યું કે વેકસીન પર કામ ચાલી રહ્યું છે. ભારતમાં ૫ વેકસીન પર ટ્રાયલ ચાલી રહ્યું છે જેમાંથી ૨ વેકસીન ભારતમાં તૈયાર થઈ રહી છે. તેઓએ કહ્યું કે વેકસીન પૂરતી નથી. સુરક્ષા અને સ્વાસ્થ્ય સાથેની સાવધાનીઓનું પાલન પણ જરૂરી છે.

(9:38 am IST)