મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

કોરોના રસી આપવા એક લાખ લોકોને ટ્રેનિંગ અપાશે

પબ્લિક-પ્રાઇવેટ સેક્ટરના લોકોને ટ્રેનિંગ અપાશે : સરકાર પાસે ડોક્ટર્સ, નર્સ, લેબ ટેક્નિશિયન્સને કોરોનાની રસી યોગ્ય રીતે આપવાની તાલીમ આપવાનો પ્લાન તૈયાર

નવી દિલ્હી, તા. ૨૯ : સરકાર ૨૦૨૧ ના પ્રારંભિક મહિનામાં પ્રાયોરિટી ગ્રુપના અંદાજીત ૩૦ કરોડને લોકોને અને ત્યારબાદ બીજાઓને એમ તબક્કાવાર કોવિડ -૧૯ રસી આપવાની તૈયારી કરી રહી છે. આ માટે આવશ્યક રસી લેનારાઓની સૂચિ પણ તૈયાર કરી રહી છે. જોકે આ વચ્ચે સરકારને એવા લોકોની જરુર પડશે જે યોગ્ય રીતે દરેક લોકોને કોરોના રસી આપી શકે. આ માટે સરકાર પાસે પબ્લિક સેક્ટરના ૭૦૦૦૦ હજાર અને પ્રાઈવેટ સેક્ટરના ૩૦૦૦૦ એમ કુલ મળીને ૧ લાખ જેટલા ડોક્ટર્સ, નર્સ અને લેબ ટેક્નિશિયન્સને કોરોનાની રસી યોગ્ય રીતે આપવાની તાલીમ આપવાનો પ્લાન તૈયાર થઈ ગયો છે.

અધિકારી સૂત્રોના જણાવ્યા મુજબ એક યોગ્ય ટ્રેનિંગ પામેલ રસી આપનાર અને પૂરતી ફેસિલિટી સાથેની જગ્યાએ પ્રતિ કલાકમાં ૨૦-૨૫ લોકોને કોરોનાની રસી આપી શકાય છે. જોકે તેમને આના કરતા ઓછા લોકોને રસી આપવાનું કહેવામાં આવશે. દેશમાં પબ્લિક સેક્ટરમાં રહેલા ૭૦૦૦૦ જેટલા રસી આપનારાઓ વૈશ્વિક ઇમ્યુનિશન પ્રોગ્રામના ભાગ છે. જે પૈકી મોટાભાગના લોકો જેવી કોરોના રસીને મંજૂરી મળશે એટલે રસી વિતરણના કામમાં અને આરોગ્ય કર્મચારીઓ તેમજ ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવામાં એક્ટિવ થઈ જશે.

તાજેતરમાં ર્ષ્ઠદૃૈઙ્ઘ૧૯ વેક્સીન એડમિનિસ્ટ્રેશનના નેશનલ એક્સપર્ટ ગ્રુપ દ્વારા હ્લૈંઝ્રઝ્રૈં, ઝ્રૈંૈં અને કેટલાક મોટા હોસ્પિટલ જૂથનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની પાસે રહેલા એવા નિષ્ણાંતો જેઓ સંપૂર્ણપણે કોરોના વેક્સીન આપવામાં કામ આવી શકે છે તેમના આંકડા માગ્યા હતા. ઝ્રૈંૈંના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે અમે અમારા સભ્યોને કહ્યું છે કે કોરોના રસીકરણ પ્રોગ્રામ માટે તેમની પાસે રહેલા શક્ય તમામ રિસોર્સને આ કાર્ય માટે ફાળવે. એકવાર કોવિડ ૧૯ રસી આપવા માટે વેક્સીનેટરનું લિસ્ટ તૈયાર થઈ જશે પછી તેને કોવિન ડેટાબેઝમાં અપડેટ કરી દેવામાં આવશે.

ઇન્ટિગ્રેટેડ તાલીમ પોર્ટલ એ મહામારીને અસરકારક રીતે સંચાલિત કરવા માટે ફ્રન્ટલાઈન કામદારોની ક્ષમતા-નિર્માણનું એક મંચ છે. તેવામાં આરોગ્ય સંભાળમાં નવી માનવ સંસાધન માંગને પહોંચી વળવા આ મહામારીની શરૂઆતથી જ પોર્ટલે ઘણા નવા અભ્યાસક્રમો ઉમેર્યા છે.

(8:18 am IST)