મુખ્ય સમાચાર
News of Monday, 30th November 2020

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો : 26 પોલીસકર્મીઓના મોત : 16 ઘાયલ

પોલીસ કર્મીઓ પાસે આવીને આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી કારને ઉડાવી દીધી

અફઘાનિસ્તાન ફરી એક વખત આત્મઘાતી હુમલાના પગલે ધ્રુજી ઉઠ્યુ છે. મળતી વિગતો પ્રમાણે અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં આ હુમલો થયો છે અને તેમાં ઓછમાં ઓછા 26 પોલીસ કર્મીઓ માર્યા ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે.અફઘાનિસ્તાનના ગજની પ્રાંતમાં રવિવારે સવાલે પબ્લિક પ્રોટેક્શન યુનિટના પોલીસ કર્મીઓ પાસે આવીને આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી કારને ઉડાવી દીધી હતી. જેના પગલે ચારે તરફ અફરા તફરી મચી ગઈ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ હુમલામાં 26 પોલીસ કર્મીઓના મોત થયા છે અને બીજા 16 જેટલા જવાનો ઘાયલ થયા છે

(8:19 am IST)