News of Friday, 30th October 2020
ઓરિસ્સા સરકારે આંતર જાતીય લગ્નને પ્રોત્સાહન આપવા પોર્ટલ લૉન્ચ શરૂ કર્યું
વિવિધ જાતિઓમાં લગ્નથી તેમની વચ્ચે દૂરી ઘટવાની વાત
નવી દિલ્હી : ઓરિસ્સા રરકારે ઓરિસ્સા સરકારે આંતર જાતીય લગ્નને પ્રોત્સાહન આપવા પોર્ટલ લૉન્ચ શરૂ કર્યું છે ઓરિસ્સામાં છોકરા અને છોકરીઓ માટે આંતરજાતીય વિવાહ યોજના અંતર્ગત પ્રોત્સાહન રાશિ આપવાની યોજના પહેલેથી જ ચાલી રહી છે. આના માટે હવે એક પોર્ટલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે આ અંતર્ગત મળતી રાશિ વધારી દેવામાં આવી છે
. રાજ્ય સરકાર મુજબ આ યોજનાનો ઉદ્દેશ્ય સમાજમાં સદ્ભાવના પેદા કરવાનો છે. વિવિધ જાતિઓમાં લગ્નથી તેમની વચ્ચે દૂરી ઘટવાની વાત પણ સરકાર તરફથી કહેવામાં આવી છે.
(12:55 am IST)