News of Friday, 30th October 2020
કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદને કોઈપણ ભોગે રોકવો જ પડશે : ફ્રાન્સમાં થયેલા આતંકવાદી હુમલા સામે અમેરિકા ફ્રાન્સની સાથે છે : ડોનાલ્ડ ટ્રમ્પનો આક્રોશ
વોશિંગટન : ફ્રાન્સમાં તાજેતરમાં છેલ્લા બે મહિનામાં થયેલા ત્રણ આતંકી હુમલા વિરુદ્ધ અનેક દેશોમાં આક્રોશ વર્તાઈ રહ્યો છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદને નાથવામાં ભારત ફ્રાન્સની સાથે જ છે.તેવું નિવેદન આપ્યા પછી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પણ આક્રોશ વ્યક્ત કર્યો છે.તથા જણાવ્યું છે કે કટ્ટરપંથી ઇસ્લામી આતંકવાદને કોઈપણ ભોગે રોકવો જ પડશે . ફ્રાન્સમાં થયેલા આતંકવાદી હુમલા સામે અમેરિકા ફ્રાન્સની સાથે છે તેવું તેઓએ મક્કમતા પૂર્વક જણાવ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(7:27 pm IST)