મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

અમેરિકા- યુરોપમાં કોરોના સેકન્ડ વેવની આશંકા : વૈશ્વિક બજારોમાં નેગેટિવ ટ્રેન્ડ

ફ્રાન્સ અને જર્મનીમાં સેકન્ડ લોકડાઉનની તૈયારીઓ

નવી દિલ્હી ; આજે વૈશ્વિક બજારોમાં યુરોપ અને એશિયાના બજારોમાં નરમાશ છવાઈ હતી. બંને ખંડના દેશોમાં આજે નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. અમેરિકામાં બે દિવસની નરમાશ બાદ બજારમાં તેજી દેખાઈ હતી. કોરોનની સેકન્ડ વેવ અને લોકડાઉનની ચર્ચાઓ બજારને નેગેટિવ ટ્રેન્ડ તરફ ધકેલી રહ્યા છે.

ફ્રાન્સ અને જર્મની વાયરસ સંક્રમ ઘટાડવા માટે લોકડાઉન ફરીથી લાગુ કરવાની યોજના બનાવી રહ્યા છે. ફરી લોકડાઉન આવે તો અર્થતંત્રને મરણતોલ ફટકો પડી શકે છે. યુરોપમાં લોકડાઉનની ચર્ચાઓની અસર બજાર ઉપર છવાઈ હતી. બજાર કોઈ ચોક્કસ દિશા તરફ આગળ વધી શક્યું ન હતું. હવે આજના વિદેશી સમય અનુસાર આજનો કારોબાર કેવી શરૂઆત આપે છે તે ઉપર નજર રહેશે. યુરોપ અને અમેરિકામાં ફરીથી કોરોનાનાં કેસો વધી રહ્યાં છે

(6:52 pm IST)