મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

૨૮મો દિવસ

પેટ્રોલ - ડીઝલના ભાવો યથવાતઃ મોટો વધારો આવતા પહેલાની શાંતિ ?

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવનો ઘટાડો, સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત ૨૮ મા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં, કોઈ ફેરફાર કર્યો નથી. આજે શુક્રવારે પાટનગર દિલ્હીમાં પેટ્રોલ ૮૧.૦૬ રૂપિયા અને ડીઝલ ૭૦.૪૬ રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યુ છે. ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દેશ ના અન્ય મહાનગરો મુંબઇ, ચેન્નાઈ અને કોલકાતા માં પેટ્રોલના ભાવ અનુક્રમે ૮૭.૭૪ રૂપિયા, ૮૪.૧૪ રૂપિયા અને ૮૨.૫૯ રૂપિયા છે. જયારે ડીઝલ પણ અનુક્રમે ૭૬.૮૬ રૂપિયા, ૭૫.૯૫ રૂપિયા અને ૭૩.૯૯ રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યુ છે. જો કે જાણકાર વર્તુળો માને છે કે કોઇપણ પ્રકારનો 'કર'   તૂર્તમાં જ આવી રહયો છે.

(3:48 pm IST)