મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

ગુજરાત પેટા ચૂંટણીઃ સુપ્રિમના નિર્દેશની ઐસી-તૈસી

રાજકીય પક્ષોને નિર્દેશ હતો છતાં ગુનાહિત રેકોર્ડ ધરાવતા નેતાઓને આપી ટિકિટ

નવી દિલ્હી, તા.૩૦: ગુજરાતમાં ૩જી નવેમ્બરના રોજ વિધાનસભાની આઠ બેઠકો પર ચૂંટણી યોજવાની છે. તેમાં ઉમેદવારોનો ફોર્મ ઉપરથી તેમની મિલકત અને ગુનાહીત ઈતિહાસની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.

સર્વોચ્ચ અદાલતના આદેશ અને ચૂંટણી પંચ ના બબ્બે વારના નિર્દેશાંક ઉપરાંત પણ પક્ષોએ ગુનાહીત ઇતિહાસ વાળા ઉમેદવારોની પસંદગી કરી. ઉમેદવારોની પસંદગીમાં જીતવાની શકયતા કારણ ન હોય શકે. ADR અને ગુજરાત ઈલેકશન વોચે માંગણી કરી કે પક્ષો સામે અદાલતના ચુકાદાની અવગણના કરવા બદ્દલ પગલાં લેવા જોઈએ.

ગુજરાતમાં ૮ વિધાનસભાની સીટ પર થનાર પેટા ચૂંટણીમાં કુલ ૮૦ ઉમેદવારો

ગુજરાતમાં ૮ વિધાનસભાની સીટ પર થનાર પેટા ચૂંટણી માં કુલ ૮૦ ઉમેદવારો ઊભા રહ્યા છે. તેમના સોગંદનામાંનું વિશ્લેષણ ADR અને ગુજરાત ઇલેકશન વોચ તરીકે કરવામાં આવ્યું છે. કુલ ઉમેવારોમાં ૧૪ ઉમેદવારો (૧૮%) ઉમેદવારો ગુનાહીત ઇતિહાસ ધરાવે છે તેમાંના ૭ જણ પર ગંભીર ગુનાઓ નોંધાયા છે. ૨ ઉમેદવારો પર ખૂનના પ્રયાસો ની કલમ IPC ૩૦૭ હેઠળ ગુનો નોંધાયો છે.

ગુનાહીત ઈતિહાસવાળા ઉમેદવારોની પસંદગીના આપવા પડશે કારણો

સર્વોચ્ચ અદાલતે તેમણે ૬ માર્ચ ૨૦૨૦ના રોજ આદેશમાં સ્પષ્ટ જણાવ્યુ છે, કે રાજકીય પક્ષો જે ગુનાઈત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની પસંદગી કરે તો ૪૮ કલાક ની અંદર તેમના પર નોંધાયેલા ગુનાઓની વિગતો સહિત, તેમની કેમ પસંદગી કરવામાં આવી તેના કારણો આપવાના છે. આ વિગતો સાથેનો અહેવાલ ૭૨ કલાકની અંદર ચૂંટણી પંચને પણ આપવાના છે. નોંધનીય બાબત એ છે, રાજકીય પક્ષો જીતવાની શકયતાને કારણ દર્શાવી ગુનાહીત ઇતિહાસ વાળા ઉમેદવારોની પસંદગી ન કરી શકે. તેમને તેમનું શિક્ષણ, મેરીટ, સિદ્ઘિઓ વગેરે ને પસંદગીના ધોરણો તરીકે જોવા પડે.

BJP એ ૮ માંથી ૩ અને કોંગ્રેસે ૨ ઉમેદવારો ગુનાહીત ઇતિહાસ વાળા પસંદ કર્યા

ગુજરાતના મુખ્ય બે પક્ષોએ સર્વોચ્ચ અદાલતના આ આદેશ તરફ ધ્યાન આપ્યું હોય તેવું જણાતું નથી. INC એ ૮ માંથી ૨ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ વાળા પસંદ કર્યા છે. જયારે BJP એ ૮ માંથી ૩ ઉમેદવારો ગુનાઇટ ઇતિહાસ વાળા પસંદ કર્યા છે. લોકપ્રિયતા, અને સામાજીક કામ ના માપદંડો લગાવીને આ પસંદગી કરવામાં આવી છે, તેવું પક્ષોએ તેમના ચૂંટણી પંચ ને મોકલવામાં આવેલ અહેવાલમાં જણાવ્યુ છે. લોકપ્રિયતા એ 'જીતવાની શકયતા સાથે જોડાયેલ ધોરણ છે, જે માટે અદાલતે ના પાડી છે.

આઠ બેઠકમાં અબડાસા, કરજણ રેડ અલર્ટ મતક્ષેત્ર

 અબડાસા અને કરજણ આ બંને મતક્ષેત્ર પર ૩ થી વધુ ઉમેદવારો ગુનાહીત ઇતિહાસ વાળા છે, એટ્લે તેને રેડ અલર્ટ મતક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.

૨૫% ઉમેદવારો કરોડપતિ છે. INCના ૭૫% જયારે BJP ના ૧૦૦% ઉમેદવારો કરોડથી ઉપર મિલકત ધરાવે છે. ૮૦ માંથી ૯ PAN CARD ની વિગતો આપી નથી,

 કુલ ઉમેદવારોમાંથી માત્ર ૪ મહિલાઓ છે.

 ૩૬% ઉમેદવારો ૪૦ થી ઓછી ઉમરના છે જયારે ૪૮% ૪૧ થી ૬૦ થી વચ્ચે ના છે. અને ૧૬% ૬૦ થી ૭૦ વચ્ચે ની ઉમર ધરાવે છે.

    ૩ ઉમેદવારો નિરક્ષર છે,

૮ બેઠક માટે ૮૦ ઉમેદવારો મેદાનમાં જાણો લેખા જોખા

૪ મહિલા ઉમેદવાર પણ ચૂંટણીના મેદાનમાં, ૧૪ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ૭ ઉમેદવારો ઉપર ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, ૨ ઉમેદવારો પર હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે, કોંગ્રેસના ૨ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, ભાજપના ૩ ઉમેદવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અબડાસા અને કરજણ રેડ એલર્ટ મતક્ષેત્ર તરીકે ઓળખ ધરાવે છે, ૨૫ ટકા ઉમેદવારો કરોડપતિ

કોંગ્રેસના ૭૫ ટકા ઉમેદવાર કરોડપતિ, ભાજપના તમામ ઉમેદવારની મિલકત કરોડથી વધુ, ૩૬ ટકા ઉમેદવાર ૪૦ વર્ષ કરતા ઓછી ઉંમર ધરાવે છે, ૪૮ ટકા ઉમેદવાર ૪૧ થી ૬૦ વર્ષની વચ્ચેની ઉંમરના, ૧૬ ટકા ઉમેદવાર ૬૦ થી ૭૦ વર્ષની વચ્ચેની ઉંમરના.

(3:12 pm IST)