મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

મુંબઇની માર્કેટમાં વિદેશી કેરી આવીઃ ભાવો ખુબ ઉંચા

પેટીના ૪૦ હજાર સુધીનો ભાવઃ વેપારીઓ મુંઝાયા

મુંબઇઃ નવી મુંબઇની એપીએમસી માર્કેટમાં બ્રાઝીલ અને સ્પેનથી કેરીની ૫૦ પેટીની પહેલી ખેપ આવી છે પણ એક પેટીની કિંમત ૩૬ હજારથી ૪૦ હજાર રૂપિયા હોવાથી ગ્રાહકો ખરીદવા તૈયાર નથી થતાં. બીજુ હજી કેરીની સીઝન પણ શરૂ થઇ નથી પરંતુ તહેવારોની મોસમમાં કેરીએ વેચાઇ જશે એવી વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું છે.

વિદેશમાં હવામાનમાં ફરક હોવાથી સ્પેન-બ્રાઝીલથી ઓકટોબરમાં જ કેરી આવવા માંડી છે. સામાન્ય રીતે એપીએમસી ડિસેમ્બર - જાન્યુઆરીથી ધીમે ધીમે કેરીની આવક શરૂ થાય છે અને જુલાઇ-ઓગષ્ટ સુધી કેરીની સીઝન રહે છે. એમ વેપારીઓએ જણાવ્યુ હતુ.

સ્પેન અને બ્રાઝીલથી આવેલી કેરીનો સ્વાદ આપણા કેરીનો સ્વાદ આપણા દેશની તોતાપુરી કેરી જેવો જ હોય છે તો તોતાપુરી કેરી ૫૦ થી ૬૦ રૂપિયે કિલો મળતી હોય ત્યારે સ્પેન-બ્રાઝીલની કેરીઓ ખુબ ઉંચી કીંમતે ખરીદવા હજુ તો કોઇ તૈયાર થતુ નથી.

(2:43 pm IST)