મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

મહારાષ્ટ્રમાં વધુ એક ધરખમ ભાજપ નેતાની વિકેટ ખડી પડશે?

ગોપીનાથ મૂંડેની પુત્રી પંકજાએ પવારના ભરપેટ વખાણ કર્યાં : કોરોના રોગચાળામાં તેઓ (શરદ પવાર) આટલો બધો પ્રવાસ ખેડી રહયા છેઃ તમારો સ્ટેમીના ખરેખર વખાણવા લાયક છે : 'હેટસ ઓફ ટુ શરદ

મુંબઇ :  મહારાષ્ટ્ર ભાજપના નેતા અને મહારાષ્ટ્રના માજી પ્રધાન પંકજા મુંડેએ એનસીપી પક્ષના મોભી પર પ્રશંસાના પુષ્પો વરસાવતા રાજકીય ગલીયારામાં એમના પક્ષ ત્યાગની ચર્ચા છેડાઇ હતી. અત્રે નોંધવુ ઘટે કે ભાજપના અસંતુષ્ટ નેતા એકનાથ ખડસે હજુ ગયા શુક્રવારે જ પવારની એનસીપીમાં જોડાયા હતા. ખડસેની જેમ પંકજા મુંડે પણ ભાજપના અસંતુષ્ઠ નેતા હોવાનું મનાય છે.

મંગળવારે રાતે મરાઠીમાં કરેલા એક ટવીટમાં પંકજાએ જણાવ્યુ હતુ કે 'હેટસ ઓફ ટુ શરદ પવાર. તેઓ કોરોનાના રોગચાળા દરમિયાન પણ આટલો બધો પ્રવાસ ખેડી રહયા છે. તમારો કામ કરવાનો સ્ટેમીના ગજબનો છે. રોગચાળામાં પણ કલાકોના કલાકો કામ કરવાનો મિટીંગો લેવાના છે અને પ્રવાસ ખેડવાનો તમારો સ્ટમીના ખરેખર વખાણવા લાયક છે. હું જુદા પક્ષ અને વિચારસરણીમાંથી આવતી હોવા છતા અને મારૂ રાજકારણ અલગ પ્રકારનું હોવા છતા મુંડે સાહેબ પંકજાના સદગત પિતા ગોપીનાથ મુંડેએ મને સખત પરિશ્રમ કરનારા લોકોનો આદર કરતા શીખવ્યું છે.

પંકજાએ પવારની કરેલી પ્રશંસાને આવકારતા એનસીપી પ્રમુખના ભત્રીજાના પુત્ર અને વિધાનસભા રોહીત પવારે એવુ ટવીટ કર્યું હતુ કે 'આભાર, તાઇ'

(12:46 pm IST)