મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

૧ કિલો ચાનો ભાવ રૂ.૭૫,૦૦૦: ગયા વર્ષે ચાનો ભાવ બોલાયો હતો રૂ.૫૦,૦૦૦

આસામની ટી એસ્ટેટ જ મનોહારી ગોલ્ડ સ્પેશ્યાલીટી મનોહારી ગોલ્ડ સ્પેશ્યાલીટીનો હરાજીમાં વિક્રમી ભાવ મળ્યો

ગુવાહાટી, તા.૩૦: ભારતમાં સામાન્ય ગ્રાહક ચા ખરીદવા જાય ત્યારે સામાન્ય રીતે તેને બજારમાં બહુ બહુ તો ૫૦૦ રૂપિયે કલો સુધીના ભાવની ચા મળે છે. પરતુ, વિશ્વના ચા બજારમાં ભારતની કેટલીક સ્પોશિયાલિટી ટીના ભાવ એવા છે કે જે સાંભળીને સામાન્ય ગ્રાહકને તો ચક્કર જ આવી જાય અને તેણે કદાચ એ ભાવ સાંભળ્યા પછી ઘુમી ગયેલું માથું પાછું ઠેકાણે પાડવા બે કપ ચા ગટગટાવી જવી પડે. આસમમાં થયેલી એક હરરાજીમાં એક ખાસ પ્રકારના ભાવના કિલોના રૂ. ૭૫૦૦૦ મળ્યા છે. આ ભાવથી વેપારીઓ આનંદમાં આવી ગયા છે કારણ કે તેમને હાલની મહામારીના સમયમાં વૈશ્વિક બજારમાં ચાના મોંઘા ખરીદદાર મળશે તેવી આશા ન હતી.

ક્રોવિડ-૧૯ મહામારી વચ્પે ગુવાહાટી ટીઓકશન  સેન્ટર (GATC)માં ગુરુવારે સપેશિયાલિટી ચાર ! પ્રતિ કિલો રૂ.૭૫,૦૦૦ના વિક્રમી ભાવે વેચાઈ હતી. તે ચાલુ વર્ષનો સૌથી ઊંચો ભાવ છે. ગુવાહાટી ટી ઓકશન બાયર્સ એસોસીએશન (GATC)ના સેક્રેટરી દિનેશ બિહાનીએ જણાવ્યું હતું કે, 'એક વર્ષના સમય પછી ૦૧/૫૦ ને હરાજીમાં મનોહરી ગોલ્ડ સ્પેશિયાલિટી ટી પ્રતિ કિગ્રા રૂ.૭૫,૦૦૦ના ભાવે વેચવાની તક મળી હતી.

ચાનું વેચાણ કન્ટેમ્પરરી બ્રોડર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વાચ કરવામાં આવ્યું હતું અને તેની ખરીદી ગુવાહાટી સ્થિત ચાના વેપારી વિષ્ણુ ટી કંપનીએ કરી હતી, જે સમગ્ર વિશ્વમાં તેની ડિજિટલ ઇ-કોમર્સ વેબસાઇટ ૯૨૧૧૧ ૪.૦૦૧૦ દ્વારા ચાનું વેચાણ કરે છે. /૦,૧ના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, 'સમગ્ર વિશ્વ પર કોરોના મહામારીની અસર થઈ છે ત્યારે આ બહુ મોટી સિદ્ઘિ છે. મનોહરી ટી એસ્ટેટે સપ્ટેમ્બર મહિનામાં આ ખાસ ચાના ઉત્પાદન માટે વિશેષ પ્રયાસ કર્યો હતો અને તેને વેચાણ માટે ૦૧૪૬માં મોકલી હતી. તેમણે કહ્યું હતું કે, 'અગાઉનો રેકોર્ડ પણ આ જ બ્રાન્ડની ચાના નામે રૂ.૫૦,૦૦૦ના ભાવે હતો. જેનું વેચાણ આજ ટી ગાર્ડન દ્વાર કરવામાં આવ્યું હતું. ઊંચી કિંમતની આસામ સ્પેશિયાલિટી ટીના વેચાણ માટે મહત્વના કેન્દ્ર તરીકે ઊપસી રહ્યું છે.

અગાઉ પણ રૂપિયા ૭૫ હજારનો ભાવ આવ્યો છે

અગાઉ, આસામની અન્ય એક સ્પેશ્યાલીટી ચાનું ગુવાહાટી ટી ઓકશન સેન્ટરમાં રૂ.૭૫,૦૦૦ના ભાવે વેચાણ થયું હતુ, જેનું ઉત્પાદન ઉપર આસામ ડિકોમ ટી એસ્ટેટ કયું હતું. ગયાં વર્ષે ઓગસ્ટ માસમાં આ ભાવ પ્રાપ્ત થયો હતો. જોકે , આ વખતે કોવિડની મહામારીને કારણે ચાના બહુ ઉંચા ભાવ ઉપજવાનો વેપારીઆને આશા ન હતી.

ચાની કિંમતનાં પરિબળો

ચાના પણ ખાસ જાણકારો હોય છે અને તેઆ ચોક્કસ બગીચાની  ચોક્કસ પ્રકારનો ચા પર પહેલેથી નજર રાખતા હોય છે . પાછલી હરરાજીમાં ઉપજેલા ભાવના આધાર પણ એ પ્રારંભિક કિંમત નક્કી થાય છે. વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર આવી વિશેષ ચાનો કિંમત તેની સુગંધ, સ્વાદ અન રંગ પરથી નક્કી કરવામાં આવે છે.

(12:46 pm IST)