મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

ઠંડીની સીઝન વધતા નેપાળમાં પર્યટકોની સંખ્યામાં વધારો

ડોરજે લકપા અને જુગલ હિમાલ જેવા પર્વતીય વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યા વધી

કાઠમંડુ : નેપાળમાં જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ, ડોરજે લકપા અને જુગલ હિમાલ જેવા પર્વતીય વિસ્તારોમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.

એક પર્યટકએ જણાવ્યુ હતુ કે, 'અહીના પર્વતો સ્થળની સુંદરતામાં વધારો કરે છે. હું અહીંની ખુબસુરતી ને જોવા માટે આવ્યો છું. જ્યારે પણ મને સમય મળે છે ત્યારે હું મારા મિત્રો સાથે અહીં આવું છું. અહીંની લીલોતરી, શાંતિ અને સમૃદ્ધિની ભાવના આપે છે.'

સંખુ, રાજધાની નજીક એક પ્રાચીન શહેર છે. અહીં પણ, આ વર્ષે સાફ આકાશ અને આનંદ પમાડે તેવા હવામાનને, કારણે પ્રવાસીઓની સંખ્યા ઘણી વધારે છે.

(11:42 am IST)