મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

૨૪ કલાકમાં ૪૮૬૪૮ કેસઃ ૫૬૩ના મોત

કુલ કેસ ૮૦,૮૮,૮૫૧: કુલ મૃત્યુઆંક ૧,૨૧,૦૯૦

નવી દિલ્હી, તા.૩૦: ભારતમાં ભલે કોરોના સંક્રમણનો આંક ૮૧ લાખની નજીક પહોંચી ગયો છે પરંતુ રાહતની વાત એ છે કે એક દિવસમાં નોંધાતા નવા કેસો ૫૦ હજારથી ઓછા નોંધાઈ રહ્યા છે. બીજી બાજુ એકિટવ કેસોની સંખ્યા પણ દ્યટીને ૬ લાખની નીચે આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૪૮,૬૪૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૫૬૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૮૦,૮૮,૮૫૧ થઈ ગઈ છે

 ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૭૩ લાખ ૭૩ હજાર ૩૭૫ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૫,૯૪,૩૮૬ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૨૧,૦૯૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

 વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૯ ઓકટોબર સુધીમાં ભારતમાં કુલ ૧૦,૭૭,૨૮,૦૮૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુરુવારના ૨૪ કલાકમાં ૧૧,૬૪,૬૪૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

 ગુજરાતની વાત કરીએ તો, ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૯૮૭ નવા કેસ નોંધાયા છે. જેની સામે ૧૦૮૩ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯ના કારણે ૪ દર્દીઓના મોત થયા છે. રાજયમાં કુલ મૃત્યુઆંક ૩૭૦૮ થયો છે. ૨૪ કલાકમાં સૌથી વધુ સુરતમાં ૨૧૩ કેસ નોંધાયા છે. રાજયમાં કોરોનાના કુલ કેસ ૧,૭૧,૦૪૦ નોંધાયા છે. જેમાંથી એકિટવ કેસ ૧૩,૨૫૪ છે. આજે રાજયમાં કુલ ૫૨,૯૮૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયમાં સાજા થવાનો દર ૯૦.૦૮ ટકા છે.

દેશના છેલ્લા ૨૪ કલાકના કોરોનાના કેસો

. કેરળઃ ૭,૦૨૦

. મહારાષ્ટ્રઃ ૫,૯૦૨

. દિલ્હીઃ ૫,૭૩૯

. કર્ણાટકઃ ૪,૦૨૫

. પશ્ચિમ બંગાળઃ ૩,૯૮૯

. આંધ્રપ્રદેશઃ ૨,૯૦૫

. તમિલનાડુઃ ૨,૬૫૨

. બેંગ્લોરઃ ૨,૧૭૫

. છત્ત્।ીસગઢઃ ૨,૦૦૫

. ઉત્ત્।રપ્રદેશઃ ૧,૯૭૯

. રાજસ્થાનઃ ૧,૭૯૦

. ઓડિશાઃ ૧,૬૧૭

. હરિયાણાઃ ૧,૫૯૪

. તેલંગાણાઃ ૧,૫૦૪

. મુંબઇઃ ૧,૨૨૦

. ગુજરાતઃ ૯૮૭

. બિહારઃ ૭૮૩

. પુણેઃ ૭૬૨

. મધ્યપ્રદેશઃ ૭૨૮

. જમ્મુ-કાશ્મીરઃ ૫૫૧

. પંજાબઃ ૪૬૮

. આસામઃ ૩૯૮

. ઝારખંડઃ ૩૯૫

. જયપુરઃ ૩૩૫

. હિમાચલ પ્રદેશઃ ૩૨૭

. ઉત્ત્।રાખંડઃ ૩૦૫

. મણિપુરઃ ૨૪૨

. ગોવાઃ ૨૩૩

. પુડુચેરીઃ ૧૮૧

. અરુણાચલ પ્રદેશઃ ૮૮

. ચંડીગઢઃ ૮૦

. મેઘાલયઃ ૭૭

. નાગાલેન્ડઃ ૭૦

. લદ્દાખઃ ૫૪

. મિઝોરમઃ ૪૯

 ભારતમાં કોરોના ઉડતી નજરે ૨૪ કલાકમાં

નવા કેસઃ ૪૮,૬૪૮

નવા મૃત્યુઃ ૫૬૩

સાજા થયાઃ ૫૭,૩૮૬

પોઝિટિવિટી રેઈટઃ ૪.૧૭ %

કુલ કોરોના કેસઃ ૮૦,૮૮,૮૫૧

એકિટવ કેસઃ ૫,૯૪,૩૮૬

કુલ સાજા થયાઃ૭૩,૭૩,૩૭૫

દેશમાં કુલ મૃત્યુઃ ૧,૨૧,૦૯૦

૨૪ કલાકમાં ટેસ્ટઃ૧૧,૬૪,૬૪૮

કુલ કોરોના ટેસ્ટઃ ૧૦,૭૭,૨૮,૦૮૮   

 ફ્રાન્સ અને અમેરિકામાં કોરોનાએ હાહાકાર સજર્યોઃ ફ્રાન્સમાં નવા ૪૭ હજાર અને અમેરિકામાં નવા ૯૧ હજાર કેસ નોંધાયા

અમેેરીકાઃ ૯૧,૫૦૩ કેસ

ભારતઃ  ૪૮,૬૪૮ કેસ

ફ્રાન્સઃ ૪૭,૬૩૭ કેસ

બ્રાઝીલઃ ૧૭,૧૭૧ કેસ

 વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોના કેસ ધરાવતા ત્રણ દેશો

અમેરીકાઃ ૯૨,૧૨,૭૬૭

ભારતઃ ૮૦,૮૮,૮૫૧

બ્રાઝીલઃ ૫૪,૯૬,૪૦૨

(2:43 pm IST)