મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

સતત 28 માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવો યથાવત : કિંમતોમાં કોઈપણ ફેરફાર નહિ

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ નો ઘટાડો, સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત 28 મા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં, કોઈ ફેરફાર કર્યો નથી. શુક્રવારે પાટનગર દિલ્હીમાં પેટ્રોલ 81.06 રૂપિયા અને ડીઝલ 70.46 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યુ છે.

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દેશ ના અન્ય મહાનગરો મુંબઇ, ચેન્નાઈ અને કોલકાતા માં પેટ્રોલના ભાવ અનુક્રમે 87.74 રૂપિયા, 84.14 રૂપિયા અને 82.59 રૂપિયા છે. તે જ સમયે, ડીઝલ પણ અનુક્રમે 76.86 રૂપિયા, 75.95 રૂપિયા અને 73.99 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યુ છે.

(10:45 am IST)