મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

ફ્રાન્સના ચર્ચ ઉપર આતંકી હુમલો : એક મહિલાનું ડોકું ધડથી અલગ કરી દીધું : અન્ય બે લોકોને ચાકુ મારી મોતને ઘાટ ઉતારી દીધા : આરોપીઓની ધરપકડ

પેરિસ : ફ્રાન્સમાં  પયગમ્બર કાર્ટૂન વિવાદ મામલે એક શિક્ષકનું ગાળું કાપી નાખી હત્યા કરી નખાયા બાદ હત્યાનો બીજો બનાવ બનવા પામ્યો છે. જે મુજબ  નાઇસ શહેરમાં આવેલા એક ચર્ચ ઉપર આતંકી હુમલો થયો છે.જેમાં ત્રણ લોકોની ચાકુ મારી હત્યા કરી દીધી હોવાનું  જાણવા મળે છે.આ ત્રણ મૃતકો પૈકી એક મહિલા છે.જેને ચાકુ મારી  માથું ધડથી અલગ કરી દેવાયું હતું.શહેરના મેયરે આ ઘટનાને આતંકી હુમલો ગણાવી છે.હુમલાના આરોપીઓની ધરપકડ થઇ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:03 pm IST)