મુખ્ય સમાચાર
News of Friday, 30th October 2020

અમેરિકાના ફિલાડેલ્ફિયામાં પોલીસ ગોળીબારથી અશ્વેત યુવાનનું મોત : ભારે તોફાનો ફાટી નીકળ્યા : અનેક દેખાવકારોની ધરપકડ : 30 પોલીસકર્મી ઈજાગ્રસ્ત : શહેરમાં કર્ફ્યુ

ફિલાડેલ્ફિયા : અમેરિકાના ફિલાડેલ્ફિયામાં પોલીસ ગોળીબારથી અશ્વેત યુવાનનું મોત થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.27 વર્ષની ઉંમરના માનસિક રીતે અસ્વસ્થ તેવા યુવાન ઉપર પોલીસે ગોળીબાર કરતા તેનું મોત નીપજ્યું હતું.જેને પરિણામે હજારો લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.તથા હિંસા ફાટી નીકળી હતી.લોકોએ ઈટ ને પથ્થરોના ઘા કરવાનું શરૂ કરી દીધું હતું.તેમજ ખુલ્લી દુકાનોમાં લૂંટફાટ શરૂ કરી દીધી હતું. જેના પરિણામે  શહેરમાં કર્ફ્યુ લાદી દેવાયો છે.

તોફાનો દરમિયાન અનેક દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે.તેમજ 30 ઉપરાંત પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ અશ્વેત યુવાન જ્યોર્જ ફ્લોયડનું પણ પોલીસ દમનથી મોત થયું ત્યારે પણ ભારે તોફાનો ફાટી નીકળ્યા હતા.

(12:43 pm IST)