મુખ્ય સમાચાર
News of Monday, 30th September 2019

સોનિયા ગાંધીની તહેવાર પર શુભેચ્છા

મહિલા અધિકારો સુરક્ષિત કરવા વધુ પ્રયાસોની જરૂર

નવી દિલ્હી,તા.૨૯ : કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આજે કહ્યું હતું કે, વર્તમાન સ્થિતિમાં મહિલાઓના અધિકાર અને સન્માની સુરક્ષા માટે લોકોને વધુ પ્રયાસો કરવાની જરૂર છે. કોંગ્રેસ અધ્યક્ષે નવરાત્રી અને દુર્ગા પુજાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. ગાંધીએ કહ્યું છે કે, આવનાર નવ દિવસ સુધી દેવીના નવ જુદા જુદા રૂપની પુજા કરવામાં આવે છે. શક્તિની આ ઉપાસના સમાજમાં મહિલાઓના સ્થાનને જોડે છે. કોંગ્રેસ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સોનિયા ગાંધીએ મહિલાઓના સન્માન અને અધિકારોઓની સુરક્ષા કરવા માટે વધુ પ્રયાસો કરવાની વાત કરી છે. ગાંધીએ કહ્યું હતું કે, દેવીના નવ સ્વરૂપ સાહસ, વિરતા, સમૃદ્ધિ, શક્તિ, બુદ્ધિ, જ્ઞાન, સકારાત્મક શક્તિના પ્રતિક તરીકે છે. પૂર્જા અર્ચના માટે લોકો તેમની ઈચ્છાશક્તિને મજબુત બનાવશે તેવી આશા તેઓ રાખે છે. ભાઈચારા, પ્રેમ વધે તે જરૂરી છે.

(12:00 am IST)