મુખ્ય સમાચાર
News of Monday, 30th August 2021

ત્રીજી લહેરની ગંભીર આગાહી : કોરોના સંક્રમણ ઓક્ટોબર-નવેમ્બરમાં ચરમસીમા પર હશે

રોજના ૧ લાખ કેસ પણ બીજી લહેર કરતા ઓછી ઘાતક

ન્યૂ દિલ્હી : ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ક્યારે આવશે તે અંગે જુદી જુદી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન નિષ્ણાતોએ દાવો કર્યો છે, જેના મુજબ ભારતમાં કોવિડ-19 ની ત્રીજી લહેર ઓક્ટોબર-નવેમ્બરની વચ્ચે આવી શકે છે. જો કે, તેની તીવ્રતા બીજા લહેર કરતા ઘણી ઓછી હશે. રોગચાળાના ગાણિતિક મોડેલિંગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકે સોમવારે આ વાત કરી હતી. આઈઆઈટી-કાનપુરના વૈજ્ઞાનિક મનીન્દ્ર અગ્રવાલે કહ્યું કે જો કોઈ નવું સ્વરૂપ ન આવે તો પરિસ્થિતિ બદલાવાની શક્યતા નથી. તેઓ ત્રણ સભ્યોની વિશેષજ્ઞ ટીમનો ભાગ છે જેમને સંક્રમણમાં વધારાના અનુમાન લગાવવાનુ કામ સોંપવામાં આવ્યું છે.

જો ત્રીજી લહેર આવે છે તો દેશમાં દરરોજ એક લાખ કેસ નોંધાશે, જ્યારે કે મે મહિનામાં બીજા લહેરની ચરમ દરમિયાન દરરોજ ચાર લાખ કેસ નોંધાયા હતા. બીજી લહેરમાં હજારો લોકો મૃત્યુ પામ્યા અને અનેક લાખ લોકો સંક્રમિત થઈ ગયા હતા.

અગ્રવાલે ટ્વિટ કર્યું કે 'જો નવું ઉત્પરિવર્તન નહી આવે તો યથાવત સ્થિતિ રહેશે અને જો સપ્ટેમ્બર સુધીમાં 50 ટકા નવું ઉત્પરિવર્તન જોવા મળશે તો નવું વેરિએન્ટ બહાર આવશે. તમે જોઈ શકો છો કે ત્રીજી લહેર નવી પેટર્નથી જ આવશે અને આ સ્થિતિમા દરરોજ એક લાખ જેટલા નવા કેસ આવશે.

ગયા મહિને મોડેલ મુજબ બતાવાયુ હતુ કે ત્રીજી લહેર ઓક્ટોબર અને નવેમ્બર વચ્ચે ચરમ પરરહેશે અને જો
SARS-Cov-2 વધુ સંક્રમિત રહેશે તો દરરોજ 1.5 લાખથી બે લાખની વચ્ચે નવા કેસ આવશે. જો કે અત્યાર સુધી
ડેલ્ટા કરતાં વધુ સંક્રમણ ઉત્પરિવર્તન બહાર આવ્યું નથી.

ગયા અઠવાડિયાનુ અનુમાન પણ આવુ જ હતુ. પરંતુ નવા અનુમાનમાં દૈનિક કેસની સંખ્યા ઘટાડીને એકથી બે લાખ કરી દેવામાં આવી છે. અગ્રવાલે કહ્યું કે તાજેતરના આંકડાઓમાં જુલાઈ અને ઓગસ્ટમાં કરવામાં આવેલ વેક્સીનેશન અને સીરો સર્વેનો પણ સમાવેશ થાય છે.

(12:10 am IST)