મુખ્ય સમાચાર
News of Monday, 30th August 2021

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સેનાની વાપસીમાં હવે માત્ર બે જ દિવસ બાકી : હવે ત્યાં માત્ર ૩૦૦ અમેરિકન નાગરિકો છે

૩૧ ઓગસ્ટ બાદ પણ નીકળી શકશે અમેરિકન લોકો તાલિબાન

ન્યૂ દિલ્હી : ફઘાનિસ્તામાં અમેરિકાની સેનાની વાપસીમાં હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે.. અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિન્કને એલાન કર્યું છે કે અફઘાનિસ્તામાં હવે અમેરિકાના માત્ર 300 લોકો બચ્યા છે… તેમને પણ સુરક્ષિત રીતે અફઘાનિસ્તાનમાંથી પરત લાવવામાં આવશે.. અમેરિકાના રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સલીવને કહ્યું કે તાલિબાન 31 ઓગષ્ટ બાદ પણ લોકોને અફઘાનિસ્તાન છોડીને જવા દેશે.. તાલિબાને અમને વાયદો કર્યો છે.

અને અમે તે સ્થિતિમાં છીએ કે તાલિબાને તે વાયદાને પૂર્ણ કરવો પડે.. સલીવને કહ્યું કે અમેરિકામાં તેટલી ક્ષમતા છે કે તે અફઘાનિસ્તામાં સેના તૈનાત કર્યા વગર ત્યાં આતંકવાદને કચડી શકે છે.. અફઘાનિસ્તાનમાં રહેલા 300 જેટલા અમેરિકનોએ દેશ છોડવાની વાત કહી છે.. ત્યારે અમે તેમને બહાર કાઢવા માટે પ્રયત્નશીલ છીએ.

(10:44 pm IST)