News of Monday, 30th August 2021
અમેરિકામાં ઈડા વાવાઝોડું ત્રાટક્યું : વિનાશક નુકસાન : ૧ મૃત્યુ : સમગ્ર ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં અંધારપટ : "જેફર્સન પારીશ"માં ૨૦૦ લોકો જોખમમાં
અમેરિકાના ફેડરલ સત્તાવાળાઓએ રવિવારે રાત્રે દક્ષિણ પૂર્વ લ્યુઇસિયાના પરગણાના ભાગોમાં "ભારે" નુકસાનની જાણ કરી હતી, રાજ્યમાં "ઇડા" વાવાઝોડું તૂટી પડ્યા પછી ગવર્નરે કહ્યું હતું કે "હાલના સમયમાં અહીં આવેલું આ સૌથી વધુ ગંભીર વાવાઝોડું હતું. આખું ન્યૂ ઓર્લિયન્સ વીજળી વગર રહ્યુ હતું, શહેરની ઇલેક્ટ્રિક યુટિલિટીએ જણાવ્યું હતું કે, તેની ગટર વ્યવસ્થાને આ કારણે ખતરો સર્જાયો છે.
(11:28 am IST)