મુખ્ય સમાચાર
News of Monday, 30th August 2021

સેફટી ટેસ્ટમાં મારુતિ સ્વિફ્ટ કાર ફેઈલ :ચાઈલ્ડ પ્રોટેક્શનમાં ઝીરો રેટીંગ :NCAP ટેસ્ટિંગમાં ખુલાસો

ભારતમાં સૌથી વધુ વેચાતી કાર એડલ્ટ અને બાળકો માટે સેફ નથી

મુંબઈ :  મારુતિ સ્વિફ્ટ એક એવું મોડેલ છે જે વેગનઆર બાદ સૌથી વધુ ખરીદવામાં આવે છે. પરંતુ જ્યારે સેફ્ટીની વાતમાં તેને 0 રેટિંગ જ મળે છે. આ રેટિંગથી ખબર પડે છે કે જ્યારે કોઈ પરિવારની સાથે ટ્રાવેલ કરશે તો તે કેટલા સુરક્ષિત રહેશે.

 ગ્લોબલ કાર સેફ્ટી એજન્સી ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ (NCAP)એ સુઝુકી સ્વિફ્ટનું ક્રેશ ટેસ્ટ કર્યું છે, તેમાં સ્વિફ્ટ કારને ઝીરો સ્ટાર રેટિંગ મળ્યું છે. કારને એડલ્ટ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન માટે 15.53% રેટિંગ મળ્યું, જ્યારે ચાઈલ્ડ ઓક્યુપેન્ટ પ્રોટેક્શન માટે 0% રેટિંગ મળ્યું. સિક્યોરિટી આસિસ્ટન્ટ સિસ્ટમની બાબતમાં 7% રેટિંગ મળ્યું હતું .

 

ગ્લોબલ કાર સેફ્ટી એજન્સી ગ્લોબલ NCAP દ્વારા ભારતમાં વેચાતી લગભગ તમામ કારોનું ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. વિવિધ સ્કેલ પર ક્રેશ ટેસ્ટ બાદ કારને સેફ્ટી રેટિંગ આપવામાં આવે છે. ક્રેશ ટેસ્ટ માટે કારમાં ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડમી વ્યક્તિની જેમ તૈયાર કરવામાં આવે છે.

ટેસ્ટ દરમિયાન ગાડીને ફિક્સ સ્પીડથી કોઈ હાર્ડ ઓબ્જેક્ટની સાથે ટકરાવવામાં આવે છે. આ દરમિયાન કારમાં 4માંથી 5 ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. બેક સીટ પર બાળકોના ડમી હોય છે. તે ચાઈલ્ડ સેફ્ટી સીટ પર ફિક્સ કરવામાં આવે છે. ક્રેશ ટેસ્ટ બાદ કારના એરબેગે કામ કર્યું કે નહીં, ડમીને કેટલું નુકસાન થયું, આ બધાના આધાર પર રેટિંગ આપવામાં આવે છે.

(12:00 am IST)