મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

ભારતનો પ્રાચીન વારસો ગણાતા કુતુબ મિનાર નજીક ગેરકાયદે બાંધકામ : દિલ્હી હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશનરને નોટિસ પાઠવી જવાબદાર અધિકારીઓ પાસે ખુલાસો માંગવા નિર્દેશ કર્યો

ન્યુદિલ્હી : ભારતનો પ્રાચીન વારસો ગણાતા તથા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવિષ્ટ કુતુબ  મિનાર નજીક સરકારી જમીનમાં ગેરકાયદે બાંધકામ કરાયું હોવાની દિલ્હી હાઇકોર્ટમાં પિટિશન દાખલ થયેલી છે.

જેના અનુસંધાને ન્યાયાધીશ સંજીવ સચદેવાએ અદાલતના અગાઉના આદેશો હોવા છતાં આવા ગેરકાયદેસર બાંધકામો અંગે સખત વાંધો ઉઠાવ્યો હતો . તેમજ ગેરકાયદે બાંધકામો બનવા દીધા હોય તેવા અધિકારીઓની જવાબદારી નક્કી કરવા મ્યુનિસિપલ કમિશનર (દક્ષિણ ઝોન) ને  નિર્દેશ આપ્યો છે. તથા આગામી મુદત ઉપર રૂબરૂ હાજર રહેવા મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપી છે.

ઉલ્લેખનીય છે કે 2018 ની સાલમાં દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પિટિશનમાં જણાવાયું છે કે કુતુબ  મિનાર નજીક સરકારી જગ્યામાં ગેરકાયદે કોલોનીઓના બાંધકામો થઇ ગયા છે. જેના અનુસંધાને નામદાર કોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો છે.તેવું બી.એન્ડ.બી.દ્વારા જાણવા મળે છે.

(6:49 pm IST)