મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

ગ્રુપના છેલ્લા મુકાબલામાં ભારતનો જાપાન સામે વિજય

ઓલિમ્પિકમાં પુરૂષ હોકીમાં ભારતની મેડલની આશા જીવંત : ઈન્ડિયા માટે સૌથી વધુ બે ગોલ ગુરજંત સિંહે ફટકાર્યા, હરમનપ્રિત, શમશેર અને નીલકાંતે એક-એક ગોલ કર્યો

 

ટોક્યો, તા.૩૦ : ભારતીય પુરૂષ હોકી ટીમનો ટોક્યો ઓલિમ્પિકમાં દમદાર દેખાવ જારી રહ્યો હતો. તેમે પૂલના છેલ્લા મુકાબલામાં પોતાના ગ્રુપની ટોપ ટીમ જાપાનને ૫-૩થી પરાજય આપ્યો હતો. ભારત માટે ગુરજંતે બે ગોલ, જ્યારે હરમનપ્રિત સિંહ, શમશેર અને નીલકાંત શર્માએ એક-એક ગોલ કર્યા હતા. પહેલા જ ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મેળવી લેનારી ટીમ ઈન્ડિયાએ મેચમાં શરૂઆતથી જ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું જેના લીધે યજમાન ટીમ પર વધારાનું દબાણ બન્યું હતું.

મેચના પહેલા ક્વાર્ટરમાં ભારતે દમદાર શરૂઆત કરી અને ૧૨મી મિનિટમાં જ ૧ય૦ની સરસાઈ મેળવી લીધી. તેના માટે હરમનપ્રિત સિંહે પેનલ્ટી કોર્નર દ્વારા ગોલ કર્યો. હરમનપ્રિત સિંહનો આ ઓલિમ્પિકમાં આ ચોથો ગોલ હતો. આ ક્વાર્ટર સંપૂર્ણ રીતે ભારતના પક્ષમાં રહ્યો જ્યારે બીજા ક્વાર્ટરમાં પણ તેમે ગોલ ફટકાર્યો.

૧૭મી મિનિટમાં ગુરજંતે સિમરનજીત સિંહની પાસે મેદાન પરનો ગોલ ફટકારતા ભારતને ૨-૦થી સરસી મળી હતી. અહીં ભારતીય ખેલાડીએ જાપાનના ડિફેન્સને ખરાબ રીતે ચકમો આપ્યો હતો. જોકે, ૧૯મી મિનિટમાં કેન્ટા ટનાકાએ જાપાન માટે પહેલો ગોલ કર્યો. તેની સ્ટીકથી નિકળેલો બોલ વિરેન્દર લાકરાને છકાવીને ગોલ પોસ્ટમાં ચાલ્યો ગયો હતો. આ રીતે બીજા ક્વાર્ટરમાં બન્ને ટીમોએ ૧ય૧ ગોલ કર્યો. હાફ ટાઈમ સુધી ભારતે જાપાન સામે ૨-૧ની સરસાઈ મેળવી લીધી હતી.

ત્રીજી ક્વાર્ટરમાં પણ બે ગોલ થયા. એક ભારતે કર્યો જ્યારે બીજો યજમાન જાપાનના નામે રહ્યો. જાપાને ૩૧મી મિનિટમાં ગોલ કરીને ભારતની બરોબરી કરી હતી, પરંતુ એ પછી તરત જ ભારતે ફરી એક વખત સરસાઈ મેળવી લીધી. જાપાન માટે કોટો વટાનબેએ ગો લકર્યો તો ભારત માટે નીલકાંતે ૫૧મી મિનિટમાં બોલને નેટમાં નાખીને ભારતને ૪-૨થી સરસાઈ અપાવી હતી.

ભારત માટે છેલ્લો ગોલ ગુરજંતની સ્ટીકમાંથી નિકળ્યો હતો. તેણે આ ગોલ ૫૬મી મિનિટમાં પેનલ્ટી કોર્નર દ્વારા કર્યો, જાપાને પણ છેલ્લે સુધી હાર સ્વિકારી નહતી અને મુરાતાએ ૫૯મી મિનિટમાં ગોલ ફટકારીને સ્કોર ૫-૩ કરી નાખ્યો હતો. નિર્ધારિત સમય સુધી જાપાન આગળ ન નીકળી શક્યું અને તેમે હારનો સામનો કરવો પડ્યો.

(9:17 pm IST)