મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

ધનબાદ જજના શંકાસ્પદ મોત અંગે એક સપ્તાહમાં રિપોર્ટ આપો : સુપ્રીમ કોર્ટે નોંધેલા સૂઓ મોટો કેસ મામલે ચીફ જસ્ટિસ એન.વી.રમન્નાના અધ્યક્ષ પદ હેઠળની બેન્ચએ ઝારખંડ સરકારને આદેશ આપ્યો

ધનબાદ : ધનબાદ જજના શંકાસ્પદ મોત અંગે સુપ્રીમ કોર્ટે નોંધેલા સૂઓ મોટો કેસ મામલે ચીફ જસ્ટિસ એન.વી.રમન્નાના અધ્યક્ષ પદ હેઠળની ખંડપીઠે એક સપ્તાહમાં રિપોર્ટ આપવા ઝારખંડ સરકારને આદેશ કર્યો છે. જે અંતર્ગત ડીજીપી તથા રાજ્યના ચિફ સેક્રેટરીએ એક સપ્તાહમાં રિપોર્ટ આપવાનો રહેશે.તથા આવતા સપ્તાહમાં સોલિસિટર જનરલને હાજર થવા કહ્યું છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે તેઓ ન્યાયધીશો પરના હુમલાઓ અને દેશભરના કાનૂન નિષ્ણાતોની  સલામતી બાબતે ચિંતિત છે. કોર્ટે તમામ રાજ્યોને નોટિસ પાઠવી  છે.

ઉલ્લેખનીય છે  કે ઝારખંડના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ  ઉત્તમ આનંદ સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા ત્યારે એક વાહને તેમને  ટક્કર મારી હતી. આથી ઈજાગ્રસ્ત થયેલા જ્જને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. આ બાબતે  હત્યાના આરોપસર બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી કેમેરા દ્વારા જાણવા મળ્યા મુજબ ઈરાદા પૂર્વક ધક્કો મારવામાં આવ્યો હોવાનું લાગતું હતું.કારણકે તેઓ રોડની એક બાજુએ ચાલી રહ્યા હતા.તેમ છતાં વાહને મરેલો ધક્કો શંકાસ્પદ જણાયો હતો.

ઝારખંડ પોલીસ પ્રવક્તા અમોલ બી. હોમકરે ગુરુવારે જણાવ્યું હતું કે આ વાહન ડ્રાઇવર લખન વર્મા અને તેના સાથી રાહુલ વર્માની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન લખને કબૂલ્યું છે કે તેણે જજ ઉત્તમ આનંદને વાહનથી  ધક્કો માર્યો હતો. બાદમાં ઈજાગ્રસ્ત જ્જને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.તેઓ પાસે મર્ડર એક  મહત્વના કેસ ચાલી રહ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:52 pm IST)