મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

નેપાળમાં ફરી પ્રતિબંધીત થઇ શકે છે પબજીઃ સંસદમાં ઉઠી માંગ

કાઠમાંડુ તા. ૩૦: ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં પબજી પ્રતિબંધીત છે, ત્યારે હવે નેપાળમાં પબજી અને ફ્રિફાયર જેવી ઇ-ગેમ્સ ઉપર પ્રતિબંધ લગાડવાની માંગ ઉઠી રહી છે આ મામલો સંસદમાં ઉઠયો છે.

નેપાળના સાંસદ આશા કુમારીએ સદનમાં માંગ ઉઠાવેલ કે પબજી અને ફ્રિ ફાયર જેવી ગેમ્સથી બાળકોના માનસીક સ્વાસ્થ્યને નુકશાન પહોંચી રહ્યું છે. સરકારે આ અંગે પણ ધ્યાન દેવું જરૂરી છે નહીંતર એ દિવસ દૂર નથી જયારે આ માંગ દેશના બાળકોના માતા-પિતા ઉઠાવશે.

(1:04 pm IST)