મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

એમ્સમાં ૩૫૨ દર્દીઓ પર થયુ રિસર્ચ

ઓછી રોગ પ્રતિકારક ક્ષમતાવાળા દર્દીઓએ કપડાનું માસ્ક ન પહેરવું જોઈએ

કપડાનું માસ્ક પહેરવાથી બ્લેક ફંગસ થવાની આશંકા વધારે

નવી દિલ્હી, તા.૩૦: એમ્સમાં ૩૫૨ દર્દીઓ પર થયેલી શોધમાં સામે આવ્યું છે કે ઓછી રોગ પ્રતિકારક ક્ષમતા વાળા દર્દીઓએ કપડાનું માસ્ક ન પહેરવું જોઈએ. લાંબા સમયથી કપડાનું માસ્ક પહેરવાથી ગંદગીના કારણે બ્લેક ફંગસ થવાની આશંકા વધારે છે. ખાસ કરીને એવા દર્દીઓમાં જેમની પ્રતિરોધક ક્ષમતા ઓછી છે તેમને વધારે સાવધાન રહેવાની જરુર છે.

અધ્યયનમાં ૨૦૦ દર્દી કોરોના સંક્રમિત હતા. ૧૫૨ દર્દી એવા હતા જેમને કોરોનાની સાથે બ્લેક ફંગસ થયું હતુ. શોધ મુજબ બ્લેક ફંગસથી પીડિત મળનારા ફકત ૧૮ ટકા દર્દીઓએ એન ૯૫ માસ્કનો ઉપયોગ કર્યો હતો. ત્યારે ૪૩ ટકા એવા દર્દીઓએ એન ૯૫ માસ્કનો ઉપયોગ કર્યો હતો. જેઓ બ્લેક ફંગસનું સંક્રમણ નહોંતુ.

બ્લેક ફંગસથી પીડિત ૭૧.૨ ટકા દર્દીઓએ કાંતો સર્જિકલ અથવા કપડાનું માસ્ક વાપર્યુ હતુ. જેમાંથી ૫૨ ટકા દર્દી કપડાના માસ્કનો ઉપયોગ કરી રહ્યા હતા. એમ્સના મેડિસિન વિભાગના ડોકટર પ્રોફેસર નીરજ નિશ્યલે કહ્યું કે કપડાવાળા ગંદા માસ્કનો ઘણીવાર મોડે સુધી ઉપયોગ કરવાથી મ્યૂકોરમાઈકોસિસનો ખતરો વધારે હોય છે. જરુરી હોય તો કપડાના માસ્કની નીચે સર્જિકલ માસ્ક પહેરો.

(1:03 pm IST)