મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

રાજસ્થાનમાં અનેક ભાગોમાં ભારે વરસાદ પડ્યો

કારોલી, શ્રી મહાવીરજી ખાતે ૧૦ ઈંચથી વધુ વરસાદ તૂટી પડયો: નાદોતીમાં સાડા ત્રણ ઈંચ . ચુરુ રાજગઢમાં સદા પાંચ ઈંચ ,ભરતપુર, ઉચ્ચાઈનમાં સદા ચાર ઇંચ ,. દૌસા ના સિકરાઈ, મહુવામાં ૪ ઇંચ પાણી પડ્યું

આજે સવારે ૮.૩૦  સુધીમાં રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. કારોલી, શ્રી મહાવીરજી ખાતે ૧૦ ઈંચથી વધુ વરસાદ તૂટી પડયો હતો. જ્યારે નાદોતીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. ચુરુ રાજગઢમાં સદા પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. ભરતપુર, ઉચ્ચાઈનમાં સદા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. દૌસા ના સિકરાઈ, મહુવામાં ૪ ઇંચ પાણી પડ્યું છે.

 અલવારના નિમરાણા, બનસુરમાં પણ ૪ ઇંચ આસપાસ વરસાદ પાડ્યો છે. આ ઉપરાંત ઝુંઝુનું અને હનુમાનગઢમાં પણ ૩ ઇંચ આસપાસ પાણી પડી ગયું હોવાનું વેધરર્મેંન શુભમ જણાવે છે.

(11:56 am IST)