મુખ્ય સમાચાર
News of Friday, 30th July 2021

ભારતનો બીજો મેડલ પાકકોઃ બોકસર લવલિના બોરગોહેને સેમી ફાઈનલમાં

ચીનની તાપેઈ કી ચેનને પછાડીઃ લવલિનાએ પ્રથમ રાઉન્ડથી જ લીડ મેળવી લીધી હતી

નવી દિલ્હીઃ ટોકયો ઓલિમ્પિકસમાં ભારત માટે વધુ એક મેડલની પુષ્ટિ થઈ છે. ભારતીય મહિલા બોકસર લવલિના બોરગોહેને ચીનની તાઈપે કી ચિન નિએન ચેનને હરાવી ૬૯ કિલોગ્રામ વજન કેટેગરીની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે.

 ત્રણેય રાઉન્ડમાં, લવલિનાએ હરીફ બોકસરને ટકવા દીધી ન હતી. પ્રથમ રાઉન્ડમાં પાંચ માંથી ૩ જજોએ લવલિનાની તરફેણમાં ફેંસલો આપ્યો. બીજા રાઉન્ડમાં પણ તમામ પાંચ જજોએ લવલિનાને વિજેતા તરીકે જોઇ. ત્રીજા રાઉન્ડમાં ૪ જજોએ લવલીનાને વધુ સારી રીતે બતાવી હતી.

અન્ય એક ભારતીય મુક્કાબાજી સિમરનજીત કૌરે ૬૦ કિલો વજનના કેટેગરીમાં થાઇલેન્ડની સુદાપોર્ન સિસોંડી સામે ૫-૦થી હારી ગયા બાદ પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ હતી. આ રીતે લવલિનાએ ૪-૧થી મુકાબલો જીતી લીધો હતો. જો લવલીના સેમીફાઈનલ મુકાબલો જીતશે તો મેરીકોમ બાદ ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર બીજી ભારતીય મહિલા બોકસર બનશે.

(2:06 pm IST)