મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

જાપાનમાં 1875 પછીની સૌથી વધુ ભીષણ ગરમી :વીજળીના સંકટની અપાઈ ચેતવણી

દેશના વૃદ્વોને હીટસ્ટ્રોકનો ખતરો ઓછો કરવા માટે વીજળીનો ઉપયોગ પર સંયમ રાખવા માટે કહેવાયું

જાપાન તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યું છે. 1875 પછીથી સૌથી વધુ ગરમી જાપાનમાં નોંધાઇ છે. જેના કારણે લોકો હિટવેવનો સામનો પણ કરી રહ્યાં છે. અહી વીજળીનુ સંકટ આવી શકે છે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે, જેથી સરકારે લોકોને વીજળી બચાવવાની અપીલ પણ કરી છે.

બીજી બાજુ સરકાર સતત લોકોને હીટસ્ટ્રોકથી વીજળી બચાવવા માટે એરકંડીશનરનો ઉપયોગ કરવાની પણ સલાહ આપી રહી છે કારણ કે, ગરમીના કારણ લોકો બીમાર પડી રહ્યાં છે અને હોસ્પિટલમાં સતત કેસ વધી રહ્યાં છે. બુધવારે ગરમીને લઇને બીમાર પડેલા લોકોમાં 75 થી વધુ કેસ નોંદાયા હતા. ઔધોગિક યુગની શરુઆતથી જ અત્યાર સુધી દુનિયાના તાપમાનમાં પહેલાથી જ 1.1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઇ ગયો છે.

ટોક્યોમાં સતત પાંચમા દિવસે 35 ડિગ્રી સેલ્સયસથી વધુ તાપમાન નોંધાયુ હતુ.આ વચ્ચે રાજધાનીના ઉત્તર-પશ્વિમ શહેર ઇસેસાકીમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ, જે જૂનમાં રેકોર્ડ કરવામાં આવેલુ સૌથી વધુ તાપમાન હતુ.

જાપાનમાં આ સમયે વરસાદ હોય છે, પરંતુ હિટસ્ટ્રોકને જોતા સરકારે આવી ઘોષણા કરવી પડી હતી. આ સાથે જ દેશના વૃદ્વોને હીટસ્ટ્રોકનો ખતરો ઓછો કરવા માટે વીજળીનો ઉપયોગ પર સંયમ રાખવા માટે કહ્યું છે.

(12:19 am IST)