મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

રાખી સાવંતે રણબીર કપૂર અને આલિ યા ભદૃનાં સમાચાર સાંભળ્યા બાદ પોતે પણ જલ્દી માતા બનવા ઇચ્છા વ્યકત કરી : સોશિ યલ મીડિ યા પર વીડિ યો શેર કર્યો

રાખી સાવંત પાપારાઝીને હોસ્પિ ટલમાંથી બહાર નિ કળતા જ કહે છે, 'હુ કયારે મા બનીશ ?' : રાખી સાવંતનાં આ વીડિ યોએ સોશિ યલ મીડિ યા પર ધૂમ મચાવી

મુંબઈ તા.૩૦ : તાજેતરમાં જ આલીયા અને રણબીર માતા-પીતા બનાવાના છે તેવા ગૂડ ન્યુઝ આવતા બોલિ વૂડ જગત દ્વારા તેમના પર શુભકામનાઓનો વરસાદ વરસાવવામાં આવી રહયો છે. ત્યારે રાખી સાવંતનો એક વીડિ યો સોશિ યલ મીડિ યામાં વાઈરલ થયો છે. જેમાં તે રણવીર અને આલીયાને શુભકામનાઓ પાઠવે છે. અને જે બાદ પોતે પણ જલ્દી માતા બનવા માંગતી હોવાનુ જણાવે છે. અને પાપારાઝીને પુછે છે કે,''હું કયારે મા બનીશ?''
રાખીએ એક વીડિયો બનાવ્યો અને તેના પર પોતાની ખુશી વ્યક્ત કરી અને કહ્યું- હું જલ્દી જ આંટી બનવાની છું. તમને જણાવી દઈએ કે હવે રાખી સાવંત પણ માતા બનવા માટે બેતાબ દેખાઈ રહી છે. હાલમાં જ તેણે અન્ય એક વીડિયો દ્વારા પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે.
રાખી સાવંત જલ્દી માતા બનવા માંગે છે રાખી સાવંતે કેમેરા સામે કહ્યું કે તે જલ્દી મા બનવા માંગે છે. રાખીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે પોતે પાપારાઝીની સામે આ વાત વ્યક્ત કરી છે. જેમાં રાખી તેના બોયફ્રેન્ડ આદિલ દુર્રાની સાથે હોસ્પિટલમાંથી બહાર આવતી જોવા મળી રહી છે. ત્યાં પાપારાઝી તેમને ઘેરી વળે છે અને આલિયાની પ્રેગ્નન્સી વિશે સવાલો કરે છે. પછી રાખી પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે અને કહે છે - હું ક્યારે મા બનીશ?

(12:11 am IST)