મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

મુંબઈ અને અમદાવાદ વચ્‍ચે શરૂ થનાર દેશની પ્રથમ બુલેટ ટ્રેનની ટિકીટનાં ભાવ પરથી પડદો ઉઠયો : અશ્વિની વૈષ્‍ણવે કહયુ - ‘‘બુલેટ ટ્રેનનુ ભાડુ ફલાઈટ કરતા ઓછુ હશે''

ફર્સ્‍ટ એસીનાં ભાડાનો આધાર બનાવવામા આવ્‍યો હોવાનુ અશ્વિની વૈષ્‍ણવનુ નિવેદન : બુલેટ ટ્રેનનુ સંચાલન ૨૦૨૬થી શરૂ થવાનો પણ દાવો કરાયો

નવી દિલ્‍લી તા.૩૦ : દેશના પ્રથમ મુબંઈ અને અમદાવાદ હાઈસ્‍પીડ રેલ પ્રોજેકટને લઈ રેલ મંત્રી અશ્વિની વૈષ્‍ણવ દ્વારા જણાવવામાં આવ્‍યુ હતુ કે, દેશની પ્રથમ બુલેટ ટ્રેનનુ સંચાલન વર્ષ ૨૦૨૬થી શરૂ થશે. પરંતુ બુલેટ ટ્રેનનાં ભાડા અંગે હાજૂ કોઇ નિર્ણય લેવાયો નથી. પ્રોજેકટ પુર્ણ થયા બાદ જ તેનુ ભાડુ નક્‍કી કરવામાં આવશે. તેમજ તેમણે વધુમાં કહયુ હતુ કે, બુલેટ ટ્રેનનુ ભાડુ ફલાઈટ કરતા ઓછુ હશે. હાલ ફસ્‍ટ એ.સીના ભાડાને આધાર બનાવવામાં આવી રહયુ છે.

અગાઉ પણ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેનના ભાડા અંગે સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભાડા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ તે લોકોને પહોચાઈ તેમ હશે .આ માટે ફર્સ્ટ એસીનો આધાર બનાવવામાં આવી રહ્યો છે, જે બહુ વધારે નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે બુલેટ ટ્રેનનું ભાડું ફર્સ્ટ એસી જેટલું જ હશે.

રેલવે મંત્રીએ કહ્યું હતું કે, બુલેટ ટ્રેનનું ભાડું ફ્લાઇટ કરતાં ઓછું હશે અને તેમાં સુવિધાઓ પણ સારી હશે. જોકે, તેમણે  ઉમેરતા કહ્યું કે, પ્રોજેક્ટ પૂરો થયા બાદ જ ભાડું નક્કી કરવામાં આવશે. દેશના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને સરકાર ઘણી ગંભીર છે. મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જ બીજો હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ,

અશ્વિની વૈષ્ણવે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરવા સુરતની પણ મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, સરકારે 2026માં સુરત અને બીલીમોરા વચ્ચે પ્રથમ બુલેટ ટ્રેન દોડાવવાનું લક્ષ્‍ય નક્કી કર્યું છે. આમાં સારી પ્રગતિ થઈ રહી છે અને અમને વિશ્વાસ છે કે ત્યાં સુધીમાં અમે ટ્રેન ચલાવવાનું કામ પૂર્ણ કરી લઈશું.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે 320 કિમી પ્રતિ કલાકની ઝડપે બુલેટ ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ છે. બંને શહેરો વચ્ચે કુલ 508 કિમીનું અંતર છે અને તેમાં 12 સ્ટેશન હશે. આ ટ્રેન બે શહેરો વચ્ચેનો પ્રવાસ સમય ઘટાડીને ત્રણ કલાક કરી દેશે. અત્યારે છ કલાક લાગે છે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ 1.1 લાખ કરોડ રૂપિયા છે.

(8:36 pm IST)