મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

ફ્રાન્‍સની મહિલા ટેનિસ ખેલાડીનો મોટો દાવો : ટેનિસ ટુર્નામેન્‍ટમાં રમતા રહેવા ઘણા ખેલાડીઓએ પોતે કોરોના પોઝીટીવ હોવાની વાત છુપાવી હોવી !

કોર્નેટે કહયુ - ‘ફ્રેન્‍ચ ઓપન દરમિયાન મોટા ભાગનાં ખેલાડીઓ કોરોનાસંક્રમિત થયા છતા તેઓએ વાત છુપાવી', જો કે થોડી જ વાર બાદ ખુદ કોર્નેટે પોતાનુ નિવેદન ફેરવી તોડયુ

નવી દિલ્‍લી તા.૩૦ : વિમ્‍બાલ્‍ડન ગ્રાન્‍ડ સ્‍લેમ ચેમ્‍પિયનશિપને લઈ ફ્રાન્‍સની મહિલા ખેલાડી એલિઝા કોર્નેટે ચોકાવનારો દાવો કર્યો છે. તેણે મીડિયા સાથેની વાતચીતમાં કહયુ હતુ કે, ટેનિસ ટુર્નામેન્‍ટ દરામિયાન ઘણા ખેલાડીઓ કોરોનાસંક્રમિત થયા હતા. પરંતુ રમતા રહેવા માટે ખેલાડીઓએ આ વાત બધાથી છુપાવી હતી. જોકે થોડી જ વાર બાદ તેણીએ પોતાની વાતને ફેરવી તોડતા કહયુ હતુ કે, કોરોના વાઈરસ હવે આપણા જીવનનો ભાગ બની ગયો છે.

કોર્નેટે કહ્યું કે, ટેનિસ જગતમાં એક અલિખિત કરાર છે કે, કોરોનાના લક્ષણો હોય તો તેને છુપાવીને રમતાં રહો. તેણે વધુમાં વધુ કહ્યું કે , ફ્રેન્ચ ઓપન દરમિયાન તો ખેલાડીઓમાં કોરોના નોર્મલ ફીવરની  જેમ ફેલાયેલો જોવા મળ્યો હતો. જોકે તેઓએ આ અંગેની કબુલાત કરી નહતી અને રમવાનું જારી રાખ્યું હતુ.

જોકે ,કોર્નેટે ત્યાર બાદ તેના નિવેદનને ફેરવી તોળતાં કહ્યું હતુ કે, હું એમ કહેવા પર ભાર આપવા માંગતી હતી કે, વાઈરસ હવે આપણા જીવનનો ભાગ બની ગયો છે.

કોર્નેટે વિમ્બલડનના બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. તેણે ફ્રેન્ચ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે, તાજેતરની ટુર્નામેન્ટસમાં ન નોંધાયા હોય તેવા ઘણા કેસીસ હતા. લોકર રૂમમાં મોટાભાગનાને કોરોના હતો, પણ અમે જાહેરમાં કહેતા અમે સંક્રમિત નથી. મેં ઘણી ખેલાડીઓને માસ્ક પહેરેલી જોઈ છે. સંભવતઃ તેઓ જાણતી હતી કે, તેમને કોરોના છે, પણ તેઓ તેનું સંક્રમણ ફેલાવવા ઈચ્છતી નહતી.

ઉલ્લેખનીય છે કે ,

ફ્રેન્ચ ખેલાડી એલિઝા કોર્નેટેે વિમ્બલ્ડનના પ્રથમ રાઉન્ડમાં રમવા ઉતરતાની સાથે અનોખો રેકોર્ડ સર્જ્યો હતો. કોર્નેટ આ સાથે સતત ૬૨મી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપના મેઈન ડ્રોની મેચ રમી હતી. આ સાથે તેણે ઓપન એરામાં સતત સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમના મેઈન ડ્રોની વિમેન્સ સિંગલ્સમાં ભાગ લેવાના અઈ સુગયામાના રેકોર્ડની બરોબરી કરી હતી.

(8:34 pm IST)