મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

જાડેજાનું સ્‍થાન પાકુઃ વિરાટે જવાબદારી લેવી પડશે

કાલથી ભારતીય સમય મુજબ બપોરે ૩ વાગ્‍યાથી ભારત- ઈંગ્‍લેન્‍ડ વચ્‍ચે ટેસ્‍ટ જંગ : ગિલ, અગ્રવાલ ઓપનિંગ કરશેઃ ચાર ફાસ્‍ટ બોલરો સાથે ટીમ મેદાનમાં ઉતરશે

નવી દિલ્‍હીઃ ભારત અને ઈંગ્‍લેન્‍ડ વચ્‍ચે આવતીકાલ ૧ જુલાઈથી બર્મિંગહામના એજબેસ્‍ટન ક્રિકેટ સ્‍ટેડિયમમાં ટેસ્‍ટ મેચ રમાશે. ટીમ ઈન્‍ડિયા કોઈપણ ભોગે શ્રેણીનીમ છેલ્લી ટેસ્‍ટ જીતવા માંગે છે. ટીમના તમામ ખેલાડીઓ પ્રેકટીસમાં પરસેવો પાડી રહ્યા છે.  સિરીઝમાં ભારત ૨-૧ થી આગળ છે. કાલે ભારતીય સમય મુજબ બપોરે ૩ વાગ્‍યાથી મેચ શરૂ થશે.

ઋષભ પંતે તેની ઈન્‍સ્‍ટાગ્રામ સ્‍ટોરી પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે ભારતીય ખેલાડીઓ મેદાનમાં છે. પ્રેકિટસના કેટલાક વીડિયો પણ સોશ્‍યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં રોહિત શર્મા દેખાતો નથી. રોહિતનો બીજો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્‍યો છે.

રોહિતની ગેરહાજરીમાં વિરાટે જવાબદારીપૂર્વક ઈનિંગ રમવી પડશે. ત ે છેલ્લા બે વર્ષથી સદી ફટકારી શકયો નથી.

જો રોહિત શર્મા એજબેસ્‍ટન ટેસ્‍ટ નહીં રમે તો શુભનમ ગિલ અને મયંક અગ્રવાલ ઈનિંગની શરૂઆત કરી શકે છે. આ પછી ચેતેશ્વર પૂજારા ત્રીજા નંબર પર રમે તેવી શકયતા છે. બીજી તરફ મિડલ ઓર્ડરની વાત કરીએ તો વિરાટ કોહલી ચોથા નંબર પર, હનુમા વિહારી નંબર પાંચ પર અને પછી વિકેટકીપર રિષભ પંત છઠ્ઠા નંબર પર રમતા જોવા મળશે. જયારે ચાર ફાસ્‍ટ બોલરોની પસંદગી થઈ શકે છે. પ્‍લેઈંગ ઈલેવનમાં રવિન્‍દ્ર જાડેજાનું સ્‍થાન નિતિ છે. તે સાતમા નંબર પર બેટિંગ કરશે. મોહમ્‍મદ શમી, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર અને મોહમ્‍મદ સિરાજનો ટીમમાં સમાવેશ થઈ શકે છે.

ભારતઃ શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્‍દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્‍મદ શમી, જસપ્રિત બુમરાહ અને  મોહમ્‍મદ સિરાજ

ઈંગ્‍લેન્‍ડ- એલેકસ લી, જેક ક્રોલી, ઓલી પોપ, જોરૂટ, જોની બેરસ્‍ટો, બેનસ્‍ટોક (સી), બેન ફોસક/ સેમ બિલિંગ્‍સ (ડબલ્‍યુકે), મેટી પોટ્‍સ / જેમી ઓવરટોન, સ્‍ટુઅર્ટ બ્રોડ, જેકલીચ, જેમ્‍સ એન્‍ડરસન.

(3:32 pm IST)