મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

૨૪ કલાકમાં કોરોનાના ૧૮ ૮૧૯ નવા કેસ ૩૯ દર્દીઓ મૃત્‍યુ પામ્‍યા

દેશમાં ફરી બેલગામ બની રહ્યો છે કોરોનાઃ ૨૪ કલાકમાં કેસમાં ૨૯.૭ ટકાનો વધારો, એક્‍ટિવ કેસ એક લાખને પાર

નવી દિલ્‍હી, તા.૩૦: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા કોરોના દર્દીઓની સંખ્‍યામાં વધારો થયો છે. ભારતમાં ગુરુવારે ૧૮ હજારથી વધુ નવા દર્દીઓ મળી આવ્‍યા છે. જ્‍યારે ૩૯ દર્દીઓના મોત થયા છે. છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં કોરોના કેસના આંકડા ચોંકાવનારા છે. આરોગ્‍ય વિભાગના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૮ હજાર ૮૧૯ નવા કેસ સામે આવ્‍યા છે.
કેરળ (૪,૪૫૯ નવા કેસ) પાંચ રાજ્‍યોમાં પ્રથમ ક્રમે છે જ્‍યાં સૌથી વધુ કેસ નોંધાયા છે. તે પછી મહારાષ્‍ટ્ર (૩,૯૫૭), કર્ણાટક (૧,૯૪૫), તમિલનાડુ (૧,૮૨૭) અને પ?મિ બંગાળ (૧,૪૨૪) આવે છે. કુલ નવા કેસોમાં આ પાંચ રાજ્‍યોનો હિસ્‍સો ૭૨.૩૪ ટકા છે. નવા કેસોમાંથી ૨૩.૬૯ ટકા કેરળમાંથી જ આવ્‍યા છે.કોવિડના કારણે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૯ લોકોએ જીવ ગુમાવ્‍યા છે. દેશમાં કોવિડને કારણે અત્‍યાર સુધીમાં પાંચ લાખ (૫,૨૫,૧૧૬) થી વધુ લોકોના મોત થયા છે.ભારતનો રિકવરી રેટ હવે ૯૮.૫૫ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૧૩ હજાર ૮૨૭ દર્દીઓ સાજા થયા છે, જેના કારણે દેશભરમાં સાજા થયેલા લોકોની કુલ સંખ્‍યા ૪ કરોડ ૨૮ લાખ ૨૨ હજાર ૪૯૩ થઈ ગઈ છે.દેશમાં નવા કોરોના દર્દીઓના આગમન બાદ સક્રિય કેસની સંખ્‍યા એક લાખને વટાવી ગઈ છે. દેશમાં હાલમાં કોરોનાના ૧ લાખ ૪ હજાર ૫૫૫ સક્રિય કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના સક્રિય કેસોમાં ૪ હજાર ૯૫૩ નો વધારો થયો છેબીજી તરફ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના કુલ ૧૪ લાખ ૧૭ હજાર ૨૧૭ ડોઝ આપવામાં આવ્‍યા છે. તે જ સમયે, છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૪,૫૨,૪૩૦ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્‍યું છે.

 

(3:08 pm IST)