મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

યુપીમાં બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જમીયત ઉલમા-એ-હિંદની અરજી : મુહમ્મદ પયગમ્બર પરની ટિપ્પણીનો વિરોધ કરનાર લોકોની મિલ્કતો પર સત્તાવાળાઓએ બુલડોઝર ફેરવી દીધાનો આરોપ : સુનાવણી 13 જુલાઈના રોજ

ન્યુદિલ્હી : સર્વોચ્ચ અદાલતે બુધવારે જમીયત ઉલમા-એ-હિંદ દ્વારા દાખલ કરાયેલી અરજીને મુલતવી રાખી હતી, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઉત્તર પ્રદેશ રાજ્યના સત્તાવાળાઓએ પ્રોફેટ મુહમ્મદ પરની ટિપ્પણીનો વિરોધ કરવા માટે દંડાત્મક પગલા તરીકે મિલકતો છીનવી લીધી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા ઉત્તર પ્રદેશ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે અરજદારે ગઈકાલે જ તાજા તથ્યો સાથે જવાબ દાખલ કર્યો છે.

તેમણે ન્યાયાધીશ સૂર્યકાન્ત અને જેબી પારડીવાલાની વેકેશન બેંચને પણ કહ્યું કે પીડિત પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે અને તેમના કેસને આગળ વધારવાની ઈચ્છા દર્શાવી છે. અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટ નિત્યા રામક્રિષ્નને એસજીની વિનંતીનો વિરોધ કર્યો ન હતો, તેથી બેન્ચે આ મામલાની સુનાવણી 13 જુલાઈ સુધી મુલતવી રાખી હતી.

કોર્ટના આદેશના અનુસંધાનમાં, ઉત્તર પ્રદેશ રાજ્યએ સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂ કરેલા સોગંદનામા દ્વારા જણાવ્યું હતું કે કાનપુર અને પ્રયાગરાજમાં તાજેતરમાં થયેલા ધ્વંસ ઉત્તર પ્રદેશ અર્બન પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ એક્ટ, 1973 અનુસાર સ્થાનિક વિકાસ સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ઇમારતો બાંધકામ હેઠળ હતી, જે પરવાનગી આપવામાં આવી હતી તે મુજબ નથી. સૌથી મહત્વની વાત એ છે કે, કાનપુર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા રમખાણોની ઘટનાઓના ઘણા સમય પહેલા બંને ઇમારતો સામે અર્બન પ્લાનિંગ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.તેવું એલ.એલ.એચ. દ્વારા જાણવા મળે છે.

(12:21 pm IST)