મુખ્ય સમાચાર
News of Thursday, 30th June 2022

લગ્નમાં જાનૈયા એકબીજા સાથે લડતા મંડપ પડયો

સોશ્‍યલ મીડિયા પર વિડીયો વાયરલᅠ

નવી દિલ્‍હી તા. ૩૦ : સોશ્‍યલᅠમીડિયા પર થોડા સમયથી ડાન્‍સ વિડીયો ફની વિડીયો જોરદાર વાયરલ થઇ રહ્યા છે. પરંતુ હાલમાં એક લગ્નનો વિડીયો રોકેટ ગતિએ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દુલ્‍હા દુલ્‍હનના લગ્નમાં કેટલાક જાનૈયા એકબીજા સાથે એવી રીતે લડાઈ કરતા જોવા મળી રહ્યા છે કે લગ્નમાં જાનૈયા સહિત લોકોનોᅠમંડપ પડી જાય છે અને દુલ્‍હા દુલ્‍હન ઉભા ઉભા ખાલી જોતા રહ્યા હતા. સોશ્‍યલᅠમીડિયા પર આ વિડીયો તેજીથી વાયરલ થઇᅠરહ્યો છે.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દુલ્‍હા અને દુલ્‍હન લગ્નની રસ્‍મᅠકરી રહ્યા છે અને બન્ને પક્ષને એક બીજા સાથે મીઠો ઝગડો થઇ જાય છે અને બન્ને એક કપડાને તેમની બાજુ ખેંચાતા નજરે ચડી રહ્યા છે. એટલામાં વાત એટલી વધી જાય છે કે દુલ્‍હનના પક્ષના લોકો મંડપમાં પડી જાય છે ત્‍યારબાદ દુલ્‍હાના પક્ષના લોકો, મંડપ સહિત નીચે પડી જાય છે.ᅠ

લોકો આ વીડિયો પર કમેન્‍ટ કરીને થાકી રહ્યા નથી. એક યુઝરે કમેન્‍ટᅠકરીને કહ્યું કે ભાઈ આ શું થઇᅠગયું લગ્નના મંડપમાં ભૂકંપ આવી ગયો તો બીજા યુઝરે કમેન્‍ટᅠકરીને લખ્‍યું કે આ નવું હતું.

(12:23 pm IST)