મુખ્ય સમાચાર
News of Wednesday, 30th June 2021

રાજકીય રેલીઓ બંધ કરાવો નહીં તો અમને બંધ કરાવવાની ફરજ પડશે : એકબાજુ કોવિદ -19 ના કારણે કોર્ટો બંધ છે ત્યારે રાજકીય પક્ષોને રેલીઓ કાઢવાની શું ઉતાવળ છે ? : બોમ્બે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા તથા જસ્ટિસ જી.એસ.કુલકર્ણીની ખંડપીઠની મહારાષ્ટ્ર સરકારને લપડાક

મુંબઈ : કોવિદ -19 સંજોગોમાં પણ રેલીઓ કાઢવાની લાલચ નહીં રોકી શકતા રાજકીય પક્ષો વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટે રોષ ઠાલવ્યો છે.

નામદાર કોર્ટે મહારાષ્ટ્ર  સરકારને જણાવ્યું છે કે રાજકીય રેલીઓ બંધ કરાવવા તમારી તમામ તાકાત કામે લગાડો  નહીં તો અમને બંધ કરાવવાની ફરજ પડશે . નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે એકબાજુ કોવિદ -19 ના કારણે કોર્ટો બંધ છે ત્યારે રાજકીય પક્ષોને રેલીઓ કાઢવાની શું ઉતાવળ છે ?.

નામદાર કોર્ટે  જણાવ્યું હતું કે રેલીઓમાં કોવિદ -19 પ્રોટોકોલનું પાલન થતું નથી. સોશિઅલ ડિસ્ટન્સ ,માસ્ક ,સહિતની બાબતોના ધજ્જિયા ઉડતા જોવા મળે છે. આ સંજોગોમાં હાલની તકે રાજકીય પક્ષોને રેલીઓ કાઢવા ઉપર સંપૂર્ણ રોક લગાવી દેવી જોઈએ.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:31 pm IST)